અમદાવાદઃ કોવિડ -19 સામે લડવા માટે છાત્ર સાંસદ રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા અમદાવાદના સહયોગથી શહેરમાં 'પ્લાઝમાં ડોનેટ કરો ના' એક ગ્લાસમાં ડોનેશન ડ્રાઇવની શરૂઆત થઈ છે. છાત્ર સાંસદએ ઝીરો અવર ફાઉન્ડેશનની પહેલી અનોખી ચળવળ છે. યુવાઓને પરિવર્તન તત્વ બનવાની પ્લેટફોર્મ પૂરું પાડે છે. છાત્ર સાંસદ પાસે દેશમાં નૈતિક ઉત્સાહી અને સક્ષમ જાહેર નેતા બનવાની દ્રષ્ટિ છે. જેનું લક્ષ્ય લોકશાહીને વધુ ગતિશીલ બનાવવાની અને આજની શાસન પદ્ધતિ અને આદર્શ શાસન પદ્ધતિ વચ્ચે ખૂટતી કડી બનાવવાનું છે.
આગામી દિવસોમાં કોરોનાથી તાજા થયેલા દર્દીઓ પાસેથી પ્લાઝમાં એકત્રિત કરવામાં આવશે. જે વાઇરસ સામે લડવા માટે જરૂરી એન્ટીબોડીથી સમૃદ્ધ છે. એકત્રિત પ્લાઝમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં કોરોનાના દર્દીઓની હોસ્પિટલોમાં વિતરણ કરવામાં આવશે. આગામી સપ્તાહમાં એકત્રિત કરવામાં આવનારા પ્લાઝમા અસંખ્ય લોકોના જીવ બચાવવામાં મદદ કરશે.
બધા દર્દીઓ કે જેમણે આ એન્ટીબોડી સમૃદ્ધ પ્લાઝમાં મેળવ્યા હશે તેમને સાજા થવામાં અને સામાન્ય સ્થિતિમાં પાછા આવવાની ઘણી તક મળશે. માત્ર દર્દીઓના જીવન જ નહીં પરંતુ ફ્રન્ટલાઈન યોદ્ધાઓને ક્લાસમાં મળ્યું હોય તો તેમનું જીવન બચાવી શકાયું હોત.
છાત્ર સાંસદ દ્વારા એક જાગૃતિ ડ્રાઈવ કરવામાં આવશે. જેમાં જેટલા પણ લોકો ને કોરોના થયો છે અને જે લોકો પ્લાઝમાં ડોનેટ કરવા માટે સક્ષમ છે તે લોકોને ફોન કરીને પ્લાઝમા ડોનેટ કરવા અંગે માહિતી આપશે. આ સાથે તેમને પ્લાઝમાંથી સારવાર મેળવી ચૂકેલા દર્દીઓના વીડિયો પણ બતાવવામાં આવશે. જેમાં પ્લાઝમાં થેરાપીની પ્રક્રિયા બતાવવામાં આવશે.