ETV Bharat / state

માંડલ ખંભલાય માતાજી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું

માંડલ ખંભલાય માતાજી સંસ્થા દ્વારા જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા 51 જરૂરિયાત મંદોને આ કીટ આપવામાં આવી હતી. એક કિટની કિંમત 5000 રૂપિયા છે. કોરોનાની મહામારીમાં મોટા ભાગનાઓના અત્યારે ધંધા-રોજગાર બંધ છે જેથી આવક નહીવત હોય ત્યારે સામાન્ય વર્ગના માણસને લાચારી ભોગવવી ના પડે તે હેતુથી આ કીટનું વિતરણ કરાયું.

માંડલ ખંભલાય માતાજી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું
માંડલ ખંભલાય માતાજી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું
author img

By

Published : May 9, 2021, 5:06 PM IST

  • માંડલ ખંભલાય માતાજી સંસ્થા દ્વારા જરૂરિયાત મંદોને કીટનું વિતરણ
  • 51 જરૂરિયાત મંદ પરિવારને કીટનું વિતરણ કરાયું
  • એક કિટની કિંમત 5000 રૂપિયા

અમદાવાદઃ કોરોના મહામારીની હાલ બીજી લહેર ચાલી રહી છે. ત્યારે ધંધા-રોજગાર લોકોના પડી ભાગ્યા છે જેથી ગરીબ વર્ગની સાથે સાથે મધ્યમ વર્ગના લોકોને પણ બહુ મુશ્કેલી પડી છે અને તેમાં પણ રોજનું કમાઈને રોજનું ખાતા લોકોની હાલત કફોડી બની છે. ત્યારે માંડલમાં આવેલા શ્રી ખંભલાય માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોની મદદ કરવામાં આવી રહી છે.

રાશનકીટ
રાશનકીટ

ખંભલાય માતાજી સંસ્થા દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું

કોરોનાના આ કપરા સમયમાં મધ્યમ વર્ગ લાચારી ભોગવી રહ્યો છે અને કોઈની પાસે હાથ પણ લંબાવી શકતો નથી. ત્યારે ખંભલાય માતાજી ટ્રસ્ટ અને ખંભલાય માતાજીના વિદેશમાં વસતા સંગોત્રીઓ દ્વારા જીવન જરૂરિયાત ચીજવસ્તુની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. માંડલ અતિથિ ભવન ખાતે સંસ્થાના સેક્રેટરી મુકેશ રાવલ માંડલ પી.એસ.આઇ સંદીપ પટેલ તેમજ મંદિરના પંડિત પ્રેમચંદજીએ ઉપસ્થિત રહી પૂજા વિધિ કરી અને જરૂરીયાત મંદોને કીટનું વિતરણ કર્યું હતું.

માંડલ ખંભલાય માતાજી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું
માંડલ ખંભલાય માતાજી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું

આ પણ વાંચોઃ આણંદઃ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કરાય છે રાશન કીટનું વિતરણ

જીવન જરૂરિયાતની વસ્તુઓની 51 કિટ બનાવવામાં આવી

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે, દરેક જાતનું અનાજ, પાંચ લિટર તેલ, ડુંગરી, બટાકા, ઘઉં-ચોખા, ગોળ, મરચું, મીઠું, હળદર અને અન્ય ચીજ વસ્તુઓની કીટ બનાવી તેનું વિતરણ કરાયું હતું. આ એક કિટની કિમંત 5000 રૂપિયા થાય છે. આ કીટ ઘરમાં પાંચ વ્યક્તિઓ હોય તો આ વસ્તુ ત્રણ માસ સુધી પરિવારમાં ચાલી શકે તેમ છે. આ કીટ ખંભલાય મંદિર ટ્રસ્ટ તરફથી જરૂરિયાત મંદોને આપવામાં આવી હતી.

આ કપરો સમય માણસને પોતાની માણસાય બતાવાનો સમય

શ્રી ખંભલાય મંદિર ટ્રસ્ટ સેક્રેટરી મહેશ રાવલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કપરા સમયમાં અમારી સંસ્થા દ્વારા આ કાર્ય કરી લોકોને દુઃખમાં સહભાગી થવાની માતાજીએ પ્રેરણા કરી છે. આ કપરો સમય માણસને પોતાની માણસાય બતાવાનો સમય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.