ETV Bharat / state

રથયાત્રાને લઇ અસમંજસતાનો આવ્યો અંત, હાઇકોર્ટે મંજૂરી ન આપી - પુરી

કોરોના મહામારીને લીધે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં 143મી રથયાત્રા યોજવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે 6 અરજદારો દ્વારા દાખલ કરાયેલી રીવ્યુ પિટિશન ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે પુરી અને અમદાવાદની સ્થિતિ અલગ અલગ છે જેથી મંજૂરી આપી શકાય નહિં.

આ વર્ષે રથયાત્રા નહિ યોજાય, હાઈકોર્ટે મંજૂરી ન આપી

author img

By

Published : Jun 23, 2020, 2:54 AM IST

Updated : Jun 23, 2020, 3:32 AM IST

અમદાવાદ : હાઇકોર્ટે મહત્વનો આદેશ આપતા કહ્યું કે રથને મંદિરની બહાર જવાની છૂટ આપી શકાય નહિ. હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તેમની તમામ માગ માની શકાય નહિં. ગુજરાત હાઈકોર્ટે અગાઉ હિન્દૂ યુવા વહિણીની ભગવાનના ત્રણ રથને મંદિરની બહાર કાઢી સૌથી નાના રૂટ પર લોકોની હાજરી વગર રથયાત્રા કાઢવાની માગ સાથે દાખલ કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

હિન્દુ યુવા વાહિની દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે અમદાવાદમાં કરફ્યુ જેવી સ્થિતિ વચ્ચે પણ પાછલા 142 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા કરવામાં આવી રહી છે, ત્યારે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને કોર્ટ ભગવાન જગન્નાથના ત્રણ રથને મંદિર બહાર કાઢી સૌથી નાના રૂટથી લોકોની હાજરી વગર રથયાત્રા યોજવાની પરવાનગી આપે. રથયાત્રા યોજવામાં નહીં આવે તો બંધારણના અનુચ્છેદ 25 કે જેમાં ધાર્મિક લાગણીની વાત કરવામાં આવી છે તેનું ઉલ્લંઘન થશે.

હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે આખા વર્ષ શ્રદ્ધાળુ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે, ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન પોતે બહાર નીકળી નગરચર્ચા કરે છે જેથી કરીને શ્રદ્ધાળુઓની લાગણીને માન આપી કોર્ટ ત્રણ રથને મંદિર બહાર કાઢવાની મંજૂરી આપે. રથ યાત્રા માત્ર ધાર્મિક તહેવાર નહીં, પરંતુ કોમી એકતાની મિશાલ પણ છે. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચાંદીના રથ આપવામાં આવે છે.

નોંધનીય છે કે 20મી જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને સુપ્રીમ કોર્ટના પુરી જગન્નાથ મંદિરના ચુકાદાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં રથયાત્રા યોજવા પર પ્રતિબંધ લાદ્યો હતો. વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી દ્વારા સૌપ્રથમ વખત રથયાત્રા યોજવામાં આવી હતી.

Last Updated : Jun 23, 2020, 3:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.