મળતી માહિતી મુજબ 14 વર્ષની સગીરાએ સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો છે. બાળકીને જન્મ આપનારી માતા સગીરા હોવાથી હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે આ મામલે હોસ્પિટલ પહોંચી તપાસ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સગીરાને તેના જ સંબંધી ફોઈના દીકરા સાથે પ્રેમ સંબંધ હતો જેથી યુવક અવારનવાર સગીરાના ઘરે આવતો હતો અને સગીરા સાથે શારિરિક સબંધ બાંધ્યા હતા.
સગીરા અને યુવકને સબંધના કારણે માસ અગાઉ સગીરાએ ગર્ભ રહી ગયો હતો. જેનાથી સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો. આ મામલે પોલીસે સગીરાના પિતાની ફરિયાદ લીધી હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં યુવક સગીરાના ઘરની નજીકમાં જ રહેતો હોવાનું અને છૂટક મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે 21 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.
પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસે DNA ટેસ્ટ, FSL અને મેડિકલ રિપોર્ટ કઢાવવા તપાસ હાથ ધરી છે.