અમદાવાદ મહિલાઓ હવે લગ્ન પછી પણ સુરક્ષિત નથી તેવું કિસ્સાઓ સામે આવતા કહી શકાય.પરણિત મહિલાઓ પણ હવે હેરાન થઇ રહી છે. કોઇને સાસુ- સસરા હેરાન કરે કોઇને નંણદ હેરાન કરે પરંતુ અમદાવાદમાં(Rape case Ahmedabad) એક એવો કિસ્સો બન્યો જેમાં મહિલાનું શોષણ થઇ રહ્યું હતું તે પતિને માહિતી હતી. એમ છતા તેણે કોઇને ના (Rape on women) કહેવામાં માટે દબાણ કર્યું હતું.
દુષ્કર્મની ફરિયાદ નોંધાવી અમદાવાદનના પૂર્વ વિસ્તારમાં(Rape case Gujarat) રહેતી 25 વર્ષીય પરિણીતાએ પોતાના દિયર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પૂર્વમાં રહેતી યુવતીના લગ્ન સમાજના રીતરિવાજ પ્રમાણે વર્ષ 2019 માં ઉત્તર પ્રદેશના એક યુવક સાથે થયા હતા. યુવતીનો પતિ દિલ્હી ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નના ત્રણ મહિના પછી પતિ પત્ની વચ્ચે (rape case ahmedabad) અવારનવાર નાની-નાની બાબતો પર ઝઘડા થવાના શરૂ થયા હતા. જેથી પતિ લાંબો સમય સુધી દિલ્હી રહેતો હતો. અને ક્યારેક ક્યારેક જ ઘરે આવતો હતો.
મરજી વિરુદ્ધ દુષ્કર્મ એક દિવસ પતિની ગેરહાજરીમાં યુવતીના સસરા જેઠ અને દિયર ઘરે હોય યુવતી દિયરને જમવાનું આપવા માટે તેના રૂમમાં ગઈ હતી. ત્યારે તેના દિયરે બળજબરીપૂર્વક તેને રૂમમાં પૂરીને તેની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે તે સમયે પરિણીતાના સસરા અને જેઠ ઘરમાં હાજર હોવા છતાં તેઓએ કોઈપણ પ્રકારનો વિરોધ કર્યો ન હતો અને તેને બચાવી પણ ન હતી. જે બાદ એક દિવસ યુવતીનો પતિ નોકરીએથી ઘ રે આવતા તેણે પતિને જાણ કરતા પતિએ પણ આ બાબત કોઈને ન કહેવા માટે તેને દબાણ કર્યું હતું.
શારીરિક સંબંધો બાંધ્યા અંતે કંટાળીને પરણીતા ઉત્તરપ્રદેશથી અમદાવાદમાં પિયરમાં માતા-પિતા સાથે રહેવા માટે આવી ગઈ હતી. થોડા દિવસો બાદ યુવતીનો દિયર ભાભીના માતા-પિતાના ઘરે આવ્યો હતો. અને તેને લગ્નની લાલચ આપી તેની સાથે તેના જ ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. ત્યારે પણ એક દિવસ યુવતીના દિયરે તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. અને જે બાદ ઓઢવ ખાતે આવેલી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.
સંપર્કો તોડી નાખતા થોડાક દિવસો બાદ યુવતીનો દિયર તેને મૂકીને ફરાર થઈ જતા અને તેની સાથેના સંપર્કો તોડી નાખતા અંતે આ સમગ્ર મામલે મહિલા પૂર્વ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુપીએ દિયર સામે દુષ્કર્મનો ગુનો તેમજ પતિ, જેઠ અને સસરા સામે મદદગારીનો આક્ષેપ કર્યો છે. આ મામલે મહિલા પોલીસેએ (Ahmedabad Police) ગુનો આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.