અમદાવાદ : અયોધ્યામાં રામમંદિરની ઉદ્ઘાટનના દિવસને યાદગાર બનાવવાના પ્રયાસ સ્વરૂપે, એક માનવતાલક્ષી કામગીરી તરીકે સામાજિક હિતકારક સંસ્થા રામચરિત માનસ ચેરિટેબલ ટ્રસ્ટે રામચરિતમાનસ યાત્રાનું આયોજન કરવાનો અને હાથ ધરવાનો નિર્ણય લીધો છે, જે અમદાવાદથી અયોધ્યા સુધી યોજાશે. આ 18 દિવસીય લાંબી યાત્રાની શરૂઆત 08 જાન્યુઆરી, 2024ના રોજ થશે અને 20 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા પહોંચશે. જ્યાં 22 જાન્યુઆરી, 2024ના રોજ મંદિરને ધજા ભેટ ધરવામાં આવશે અને તેનું ‘ ધ્વજારોહણ ’ થશે. અહીં શ્રદ્ધાળુઓ 23 જાન્યુઆરી, 2024ના રોજ દર્શન કરશે અને 25 જાન્યુઆરી, 2024ના રોજ અમદાવાદ તરફ પુનરાગમન કરશે.
1008 યાત્રાળુઓ જોડાશે : આ યાત્રા નાનાં-મોટાં કુલ 12 શહેરોમાં રોકાણ કરશે. જેની સાથે 1008 યાત્રાળુઓ જોડાયેલા રહેશે તેમજ તેમને તમામ પ્રકારની સુવિધા આપવા 500થી વધારે સ્વયંસેવકો સેવા આપશે. જે માટે નોંધણી 26 ડિસેમ્બર, 2023ના રોજ બપોરે 2 વાગે (ભારતીય સ્થાનિક સમય)થી શરૂ થઈ શકે છે. ઉપરાંત યાત્રાળુઓમાં સામેલ થવા ઇચ્છતાં લોકો પણ તેમની રીતે જોડાઈ શકે છે.
વેબસાઇટ પરથી મેળવો તમામ જાણકારી : આરોગ્ય અને સલામતી સાથે સંબંધિત વર્તમાન સ્થિતિસંજોગોને ધ્યાનમાં રાખીને રામચરિત માનસ યાત્રા (RCMY) ચેરિટેબલ ટ્રસ્ટ સુનિશ્ચિત કરશે કે દરેક સહભાગી યાત્રીઓ ઉચિત સ્વચ્છતા અને તબીબી સાવચેતીઓને અનુસરે, અમે વેબસાઇટ (www.rcmy.org) પર સહભાગી યાત્રીઓ માટે શરતો, નિયમો, નિયમનો અને આચારસંહિતાઓ માટે એક પછી એક પગલાંની વિગતો અપલોડ કરી છે. જેનો અભ્યાસ યાત્રાળુઓએ નોંધણી કર્યા અગાઉ ધ્યાનપૂર્વક કરવો પડશે.
સીમાચિહ્નરૂપ યાદગીરી બનાવવાનો પ્રયાસ : આ યાત્રા આસ્થાના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ યાદગીરી બનાવવાનો પ્રયાસ છે. આ જ પ્રકારની યાત્રા 33 વર્ષ અગાઉ યોજાઈ હતી. આ યાત્રામાં ધર્મ અને બૃહદ સામાજિક હિત સાથે સંબંધિત બાબતોને ઉચિત રીતે દર્શાવવામાં આવશે અને પ્રસ્તુત કરવામાં આવશે, જે આગામી પેઢીઓ માટે નૈતિક મૂલ્યોમાં વિશ્વાસ વધારશે અને ઉદાહરણો સાથે તેને જીવંત કરશે. અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, રામચરિતમાનસ યાત્રામાં યાત્રાળુઓ અને જ્યાંથી પસાર થશે એ નગરોના લોકોનાં હૃદયોમાં એના મહત્વપૂર્ણ બોધપાઠો સચોટ રીતે ઉતરી જશે.
આમંત્રિત સેલિબ્રિટી શૉનું આયોજન થશે : આ માટે દરેક સ્થાન પર રામલીલાના સચિત્ર નિરુપણ માટે 3 કલાકનો વિરામ લેવામાં આવશે. અહીં રામલીલા ઉપરાંત સ્થાનિક કલાકારો અન્ય કળા પ્રદર્શિત કરશે, આમંત્રિત પ્રતિષ્ઠિત ધાર્મિક અને વિચારવંતા આગેવાનો સત્સંગ કરાવશે અને ભજનો ગાશે અથવા આમંત્રિત સેલિબ્રિટી શૉનું આયોજન થશે. જોકે જ્યારે સહભાગી યાત્રીઓને રસપ્રદ રીતે રુટ પર જોડી રાખવા અને તેમને પવિત્ર વાતાવરણ પૂરું પાડવા સંપૂર્ણ રામચરિતમાનસ યાત્રા દરમિયાન ‘રામનામ’ મહામંત્ર સતત ગૂંજતો રહેશે. જ્યારે રામચરિતમાનસના પાઠ અને એની ‘પારાયણો’ સાથે ‘રામનામ’ મહામંત્ર કે ‘જાપ’ 15 પંડિતો (સ્થાનિક અને પ્રસિદ્ધ બંને) કરાવશે, ત્યારે રામલીલાનું સચિત્ર નિરુપણ કરવા ખાસ ટ્રેકો બનાવવામાં આવ્યાં છે અને પૃષ્ઠભૂમિમાં ભજનો વાગશે.
વર્ચ્યુઅલી જોડાવાની તક : યાત્રામાં સહભાગી થયેલા યાત્રાળુઓ વર્ચ્યુઅલી કે શારીરિક એમ બંને રીતે સામેલ થવાની સ્વતંત્રતા ધરાવે છે તથા અયોધ્યા મંદિરના ઔપચારિક ઉદ્ઘાટન સમારંભનો ભાગ બની શકશે. રામચરિતમાનસ યાત્રા (RCMY) ચેરિટેબલ ટ્રસ્ટે ઘણાં સરકારી મહાનુભાવો, કોર્પોરેટ દિગ્ગજોને રામચરિતમાનસ યાત્રાના પ્રારંભમાં સહભાગી થવા તેમજ અયોધ્યા મંદિરમાં ‘ધ્વજારોહણ’ સમારંભમાં સહભાગી થવા અને તેમાં તેમની હાજરીની પુષ્ટિ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
રામચરિતમાનસ યાત્રા ચેરિટેબલ ટ્રસ્ટ વિશે : સામાજિક જવાબદારી અને ધાર્મિક નૈતિકતાની ભાવના સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે ટ્રસ્ટે એના 7 ટ્રસ્ટીઓ મારફતે એક દાયકા અગાઉ સામાજિક હિત માટે એના દ્વારા ખોલ્યાં હતાં. આ દરેક ટ્રસ્ટી ટ્રસ્ટના ઉદ્દેશ – ધાર્મિક સંવાદિતતા હાંસલ કરવા સમન્વયના મૂલ્યને લાવવા પ્રતિબદ્ધ છે. શ્રી રામ ચરણ મિશ્રાના નેતૃત્વ હેઠળ ટ્રસ્ટ આદર્શ, સંતુલિત, સક્રિય અને ન્યાયી સમાજનું સર્જન કરવા માટે ખરાં અર્થમાં આશાનું કિરણ બની ગયું છે.