ETV Bharat / state

Rajya Sabha Elections 2023: ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી, 24 જુલાઈએ મતદાન

ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે કરેલી જાહેરાત અનુસાર 24 જુલાઈએ ગુજરાતની 3 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. કેન્દ્રીય પ્રધાન એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂરી થતા તેમની બેઠક પર ચૂંટણી યોજાશે.

rajya-sabha-elections-2023-elections-will-be-held-for-3-rajya-sabha-seats-in-gujarat

author img

By

Published : Jun 27, 2023, 7:49 PM IST

Updated : Jun 27, 2023, 8:41 PM IST

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતની 3 સહિત દેશમાં 10 બેઠકોની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે. આ ત્રણેય બેઠકો પર મતદાન થશે. 24 જુલાઈએ મતગણતરી કરાશે.

13 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે: ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર 13 જુલાઈએ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. 14 જુલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 24 જુલાઈએ સવારે 9થી સાંજના 4 સુધી મતદાન થશે અને 24 જુલાઈએ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ દરમિયાન ગોવા, ગુજરાત, બંગાળ સહિત 10 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

24 જુલાઈએ મતગણતરી કરાશે: રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવશે. 14 જુલાઈએ ઉમેદવાર પત્રની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ઉમદવારી પત્ર ખેચવાની છેલ્લી તારીખ હશે. 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો: ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. જેમાંથી આઠ બેઠકો ભાજપના કબજામાં છે અને ત્રણ બેઠકો કૉંગ્રેસ પાસે છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય એવા વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ત્રણ સભ્યોનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાવા લાગ્યું છે. હવે ચર્ચા એ છે કે આ વખતે રાજ્યમાં ખાલી પડેલી ત્રણ બેઠકોમાંથી કોને રીપિટ કરવામાં આવશે અને કોને બહાર મોકલવામાં આવશે.

  1. Lok Sabha Election 2024: 26 બેઠકો પર 26 રથ કેન્દ્ર સરકારની કામગીરીનો પ્રચાર કરશે, 7 દિવસની ઝુંબેશ
  2. Opposition Meeting: વિપક્ષી એકતા માટે આજથી નેતાઓ થશે ભેગા, મમતા-કેજરીવાલ અને ભગવંત માન સહિત અનેક દિગ્ગજ પટના પહોંચશે

Last Updated : Jun 27, 2023, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.