મહત્વું એ છે કે, શહેરમાં આ પ્રથમ જ વરસાદ વરસ્યો છે. તો તેની વચ્ચે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભૂવા પડવાનું પણ શરૂ થઈ ગયું છે. આ પરંપરાની શરૂઆત શહેરમાં આવેલા જશોદા નગર પોલીસ ચોકી પાસે અંદાજિત 12થી 13 ફૂટ જેટલો મોટો ભૂવો પડી ગયો હતો.
આ ભૂવા પડવાને કારણે ડાકોર તરફ જવાનો એક સાઈડનો રસ્તો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્ન એ છે કે, હજુ તો ચોમાસાની એન્ટ્રી બરાબર થઈ પણ નથી, ત્યારે જો આ પ્રકારે ભુવા પડવાના શરૂ થઈ ગયા હોવાથી ચોમાસુ કઈ રીતે પસાર થશે એ મહત્વનો પ્રશ્ન છે.