ન્યુઝ ડેસ્ક: ગુજરાતના કુલ 138 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં રવિવારના આંકડા સામે આવ્યા છે, ત્યારે સૌથી વધુ વરસાદ 2.92 ઇંચ નોંધાયો છે. આ સાથે સુરતના (Surat rain update) ઉમરપાડામાં 2.6 ઇંચ, જાંબુધોડામાં 2 ઇંચ, તાપીના સોનગઢમાં 1.72 ઇંચ, ચીકલીમાં 1.64 ઇંચ, ટંકારામાં 1.6 ઇંચ, ધોળકામાં 1.52 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાથે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતુ જેના કારણે 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.
ભારે વરસાદથી મકાન છાપરા ઉડ્યા: અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો (heavy rain in ahemdabad) આવ્યો હતો. શહેરના ઘણા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે સાણંદ તાલુકાના વિરોચનનગર ગામ વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી, જેમાં સમગ્ર ગામમાં અંદાજિત 20થી વધુ મકાનના છાપરા ઉડી જવાની ઘટના સામે આવી હતી. ભારે પવનના કારણે વૃક્ષો અને વીજના થાંભલા પડી ગયાં હતા, જેથી આસપાસના ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આ ઉપરાંત વાવાઝોડાની અસરથી 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના રંગભર્યા રસ્તાઓ પાણી પાણી: અમદાવાદમાં ગઈકાલે દિવસભર ભારે ઉકળાટ બાદ અચાનક સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરના પાલડી,વાસણા, બોપલ,સાબરમતી,મેમનગર સરખેજ,જુહાપુરા સહિતના અનેક (Gujarat rain update) વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પ્રથમ વરસાદમાં પાણી ભરાયા હતા, જેના કારણે શહેરમાં 50થી પણ વધારે વિસ્તારમાં વૃક્ષો ધરાશયી થયા હતા. વૃક્ષો ધરાશાયી થતાં શહેરના અનેક રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી. વૃક્ષો નીચે પાર્ક કરેલી ગાડીને ભારે નુકસાની (thundetstrome In ahemdabad) પહોંચી છે.
આ પણ વાંચો: પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી છવાયો અંધકાર
વૃક્ષો ધરાશાયી થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા વૃક્ષો ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં પડેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં ભારે વરસાદથી (Gujarat weather update) રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો હતો. તેમજ રાયપુર પાસે કૉર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલી બોર્ડ પણ તૂટીને રસ્તા પર પડી જતાં રસ્તો થોડાક સમય માટે બંધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકશાન: અમદાવાદ શહેરની સાથે સાથે આજુ બાજુ આવેલા ગામડામાં ભારે નુકશાન થયું છે. જેમાં ખાસ કરીને સાણંદ તાલુકાના ઇયાવા,વાસણા, ખોડા,છારોડી,વિરોચનનગર સહિતના ગામડામાં ભારે પવનના કારણે વીજપોલ પડી જવાથી અનેક ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમજ બીજી બાજુ અનેક વૃક્ષો અને કાચા મકાનોને પણ નુકશાન થયું હોય તેવું જાણવા મળયું હતું.
આ પણ વાંચો: સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી સર્જાયા અદભૂત દ્રશ્યો
પંચમહાલમાં છવાયો અંધકાર: પંચમહાલ જિલ્લામાં આજે મેઘરાજાની ધમાકેદાર (Panchmahal Heavy Rain) પધરામણી થઈ છે. જિલ્લાના 4 જેટલા તાલુકામાં વરસાદનું આગમન (Heavy Rain Gujarat) થયું છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોઇને બેઠેલા ધરતી પુત્રોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. વાત કરવામાં આવે જિલ્લાના મુખ્ય મથક ગોધરાની તો શહેરી વિસ્તારમાં પણ માર્ગો પર બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયાયેલા જોવા મળ્યા હતાં. જ્યારે શહેરના મોટા ભાગના વિસ્તારમાં કલાકો સુંધી વીજ પ્રવાહ ચાલુ થયો ન હતો. છેલ્લા 3 કલાકથી શહેરીજનો અંધાર પટનો સામનો કરી રહ્યા છે.
સુરતના ઉમરપાડામાં સર્જાયા અદભૂત દ્રશ્યો: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ (Heavy Rain Gujarat) કરતા ફરી નદી નાળા જીવંત થયા હતા. ઉમરપાડાથી કેવડીને જોડતા માર્ગ પર આવેલ નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સમગ્ર સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ભારે વરસાદ (Surat Heavy Rain) વરસવાની સંભાવના સૌ કોઈને સેવાઇ રહી હતી. બપોર બાદ સુરત જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ (Gujarat Rain details ) વરસ્યો હતો, ત્યારે ઉમરપાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઇને બજારો પાણી પાણી થઇ ગઇ હતી, ઉમરપાડાથી કેવડીને જોડતા રસ્તા પર આવેલ નાળામાં ભારે પાણીની આવક થતાં નાળું પાણીમાં ગરકાવ થયું હતું. જો કે, સાવચેતીના ભાગરૂપે ઉમરપાડા પોલીસ જવાનો ઊભા રહી ગયા હતા, ત્યારે માત્ર 2 કલાકમાં 65 એમ.એમ વરસાદ વરસતા આકાશી ખેતી પર નિર્ભર રહેતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.