અમદાવાદ: જળ બચાવો જીવન બચાવો તે સૂત્ર આપણે ઘણી બધી જગ્યાએ (Rain water is stored)સાંભળ્યું છે. પરંતુ અમદાવાદ પાલડી વિસ્તારમાં વરસાદી પાણી સદઉપયોગ અને નવતર પ્રયોગ અન્ય લોકો (Rainwater harvesting in Ahmedabad)માટે પ્રેરણાદાયી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ શક્તિ અભિયાન (Jal Shakti Abhiyan)કેચ ધ રેઇન વરસાદને ઝીલોના સંકલ્પ સાકાર કરતા અમદાવાદના પાલડી વિસ્તાર રહેતા આસિત શાહે વરસાદી પાણીનો આખા વર્ષ માટે પીવા અને રસોઈ માટે ઉપયોગ કરી રહ્યા છે.
મેન્યુલ ફિલ્ટર બનાવવામાં આવ્યું - ચૈત્ય એપારમેન્ટ ડેવલોપર આસિત શાહે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે મેં આ એપારમેન્ટની અગાસી પર ફોલરિંગ કરવામાં આવ્યું છે. જે પાઇપ દ્વારા નીચે બનાવવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પહોંચે છે. જે પાણી મેન્યુલ ફિલ્ટર કરી અન્ય ટાંકીમાં જાય છે. વધુમાં જણાવ્યું હતું કે પાણીએ કન્ટેન્ટ જળવાઈ રહે તે માટે 1.50 લાખ લીટરની પાણીની ટાંકી ફરતે ફૂડ એપોકસી કરવામાં આવી છે. જેના કારણે વરસાદી પાણી 10 વર્ષ સુધી ખરાબ થતું નથી. આખા ફ્લેટ એક પણ મકાન આર.ઓ પ્લાન્ટ લાગવામાં આવ્યો નથી. દરેક પરિવારને આજ પાણી મીટર દ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ નવસારીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા સામાજિક આગેવાનનું ઓનલાઈન અભિયાન
પ્રથમ બે વરસાદ પાણી સંગ્રહ માટે અલગ ટાંકી - ચોમાસાની શરૂઆતના પ્રથમ બે વરસાદની પાણી ખૂબ જ પ્રદુષિત હોય છે. જેના માટે અહીંયા બે કોકની સિસ્ટમ રાખવામાં આવી છે. જેમાં પ્રથમ બે વરસાદનું પાણી ફ્લેટના રિવર્સ ફોરમાં જાય છે. વરસાદનું ચોખ્ખું પાણી એકત્રિત કરવામાં આવે છે.
બે વર્ષ સુધી ચાલે તેટલું પાણી - હાલમાં આ ફ્લેટમાં 2 પરિવારના સભ્યો મળીને 8 લોકો હાલમાં રહે છે. આ બધાને રસોઈ અને પીવા માટે પાણી મીટરથી આપવામાં આવે છે. આ ટાંકી 1.50 લીટરની હોવાથી 2 વર્ષ સુધી પાણી ચાલી શકે તેટલું સંગ્રહ કરવામાં આવે છે. સાથે અન્ય વપરાશ માટે અલગ ટાંકી બનાવમાં આવી છે. જેમાં કોર્પોરેશન અને પ્રાઇવેટ બોરનું પાણી એકત્રિત કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Rain Water Harvesting - જાણો કઈ રીતે જામનગરમાં કરાઈ રહ્યો છે વરસાદી પાણીનો સંગ્રહ
6 વર્ષ પહેલાં તબિયત બગડતા ડોકટરે સલાહ આપી - વધુમાં જણાવ્યું હતું કે આજથી 6 વર્ષ પહેલાં તબિયત બગડતા ડોકટરે આર.ઓ.પ્લાન્ટ પાણીની જગ્યાએ કુદરતી પાણી પીવાની સલાહ આપી હતી. ત્યારે મારે આ નવા ફ્લેટની સ્ક્રીમ ચાલુ હતી તેથી મેં અહીંયાં જ વરસાદી પાણી સંગ્રહ કરવાનું નક્કી કર્યું હતું.