- રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછ્યો પ્રશ્
- રેલવે પ્રધાન પિયુષ ગોયલે આપ્યો જવાબ
- ગુજરાતમાં 41 રેલવે પ્રોજેક્ટ પ્રગતિમાં છે
અમદાવાદઃ ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટમાંથી માર્ચ 2020 સુધીમાં કુલ 890 કિલોમીટરની લંબાઈ ધરાવતા પ્રોજેક્ટને રૂપિયા 10,290 કરોડના ખર્ચ સાથે કરી દેવામાં આવ્યા છે. રેલવે પ્રધાન પિયૂષ ગોયલે આ માહિતી માર્ચ 19, 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આપી હતી.
વાર્ષિક સરેરાશ ફાળવણીમાં 661 ટકાનો વધારો
રેલવે પ્રધાનના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાંથી પસાર થતા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને સેફ્ટી વર્ક માટે 2014થી 2019 સુધીમાં વાર્ષિક રીતે સરેરાશ રૂપિયા 3,327 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 2009-14 સુધી રૂપિયા 589 કરોડ હતી. આમ, 2009-14 દરમિયાન કરવામાં આવેલી સરેરાશ વાર્ષિક બજેટ ફાળવણીમાં 465 ટકાનો વધારો થયો છે. આ પ્રોજેક્ટ માટે નાણાંકીય વર્ષ 2019-20માં રૂપિયા 4,803 કરોડની બજેટ ફાળવણી કરવામાં આવી છે. જે 2009-14 દરમિયાનની વાર્ષિક સરેરાશ ફાળવણી કરતાં 716 ટકાનો વધારો દર્શાવે છે. આ પ્રોજેક્ટ માટેની નાણાંકીય વર્ષ 2021-22ની બજેટ ફાળવણી રૂપિયા 4,484 કરોડ છે. જે 2009-14 દરમિયાનની વાર્ષિક સરેરાશ ફાળવણી કરતાં 661 ટકા વધારે છે.
4 ડબલ લાઈન અને 16 રેલવે ઈલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ
નથવાણી ગુજરાતા છેલ્લાં ત્રણ વર્ષમાં મંજૂર કરવામાં આવેલા રેલવે પ્રોજેક્ટ, તેના અંદાજિત ખર્ચ, અમલીકરણની સ્થિતિ અને પૂર્ણ કરવાના સમયપત્રક અંગે જાણવા માંગતા હતા. રેલવે પ્રધાન પિયુષ ગોયલે એમ પણ જણાવ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતી 4 ડબલ લાઇન અને 16 રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જે જરૂરી મંજૂરીઓને આધિન છે.
2019-20માં 132 કિમી લંબાઈનો પ્રોજેક્ટ કાર્યરત
સન્ 2014-19 દરમિયાન, ગુજરાતમાંથી પસાર થતી રેલવે લાઇનના 504 કિલોમીટર લંબાઇ ધરાવતા પ્રોજેક્ટને કાર્યરત કરવામાં આવ્યો છે. વર્ષ 2019-20માં 132 કિલોમીટર લંબાઈનો પ્રોજેક્ટ કાર્યરત થયો છે.