ETV Bharat / state

દેશમાં 12 મે થી રેલવેની પેસેન્જર સેવા શરૂ, અમદાવાદ પણ પ્રથમ તબક્કાના 15 શહેરમાં સામેલ

author img

By

Published : May 11, 2020, 12:24 AM IST

દેશવાસીઓ અને ખાસ કરીને શ્રમિકો માટે સૌથી રાહતના સમાચાર છે. ઇન્ડિયન રેલવે લોકડાઉન વચ્ચે 12 મે થી પેસેન્જર ટ્રેનની શરૂઆત કરાશે. તેવી રેલ્વે મંત્રાલએ જાહેરાત કરી છે.

દેશમાં 12મેંથી રેલવેની પેસેન્જર સેવા આંશિક રીતે શરૂ થશે

આમદાવાદઃ દેશવાસીઓ અને ખાસ કરીને શ્રમિકો માટે સૌથી રાહતના સમાચાર છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉનમાં જાહેર પરિવહન એવી રેલવે સેવાઓ પણ બંધ હતી, પરંતુ હવે 12 મે થી દેશમાં સ્પેશિયલ યાત્રી રેલવે સેવા શરૂ થશે. 11મે ના દિવસે સાંજે 4 વાગ્યાથી ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થશે. સૌપ્રથમ દિલ્હીથી 15 સ્ટેશન માટે ટ્રેન ઉપડશે.

ઇન્ડિયન રેલવે લોકડાઉન વચ્ચે 12મેથી પેસેન્જર ટ્રેનની શરૂઆત કરાશે. તેવી રેલ્વે મંત્રાલએ જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં પંદર ટ્રેન શરુ કરાશે. 11 મે એ સાંજે 4 વાગ્યાથી IRCTCની વેબસાઈટ પર ઓનલાઈન ટિકિટ બુકિંગ શરુ થશે. અમદાવાદ શહેરનો પણ પ્રથમ તબક્કાના 15 શહેરોમાં સમાવેશ કરાયો છે.

12 મે થી નવી દિલ્હી સ્ટેશનથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી સુધી એમ 15 ટ્રેન સર્વિસ શરૂ થશે, પરંતુ આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રેલવેની ટિકિટ બુકિંગ સાઇટ IRCTC પર ઓનલાઈન બુકિંગ કરીને ટિકિટ કન્ફર્મ કરાવીને સીટ રિઝર્વ કરાવી પડશે. યાત્રીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે સ્ક્રીનિંગ કરીને જ સ્ટેશનથી અંદર ટ્રેનમાં પ્રવેશ અપાશે. કોઈપણ સંજોગોમાં સ્ટેશન પર ટિકિટનું વેચાણ થશે નહીં.

આ ઉપરાંત રેલવે દ્વારા જાહેરાત કરાઈ છે કે, ટ્રેનના 20,000 કોચ કોવિડ કેર માટે રિઝર્વ રાખવામાં આવશે. જ્યારે 300 સ્પેશિયલ ટ્રેનએ શ્રમિકોના આંતરરાજ્ય હેરફેર માટે રાખવામાં આવી છે. જેમ જરૂર પડશે તેમ વધારાના કોચ અને ટ્રેન સમય અને પરિસ્થિતિ પ્રમાણે ચલાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.