અમદાવાદઃ ભારતીય રેલવે કોવિડ-19 દર્દીઓ માટે કોચને ક્વોરેન્ટાઇન/આઇસોલેશન સુવિધામાં રૂપાંતરિત કરી રહી છે. પ્રથમ તબક્કામાં ભારતીય રેેલવે આવા 5000 કોચને રૂપાંતરિત કરશે.

પશ્ચિમ રેલ્વે 420 કોચને રૂપાંતરિત કરશે, જેમાંથી 70 કોચને પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ દ્વારા રૂપાંતરિત કરવામાં આવશે. આ કન્વર્ઝન કાંકરીયા, અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ અને ભૂજ સ્થિત 5 કોચિંગ ડેપોમાં કરવામાં આવશે.

દરેક કન્વર્ટ કરેલા દરેક કોચમાં 8 દર્દીઓને ક્વોરેન્ટાઇન/આઇસોલેશન કેબીન પ્રદાન કરી શકશે. આ કોચમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ માટે પણ જગ્યા હશે. અમદાવાદના કાંકરિયા કોચીંગ ડેપો ખાતે આવા આઇસોલેસન કોચ બનાવવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.