ETV Bharat / state

ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને રાહુલ ગાંધી આવશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં ગજવશે સભા - congress screening committee

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે કૉંગ્રેસે પણ પ્રચાર પ્રસારની તૈયારી કરી લીધી છે. ત્યારે હવે કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આ મહિને ગુજરાતના પ્રવાસે (rahul gandhi congress Gujarat Visit) આવશે. અત્યારે તો તેઓ ભારત જોડો યાત્રામાં (bharat jodo yatra congress) વ્યસ્ત છે. તેમ છતાં તેમાંથી સમય કાઢીને તેઓ ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે.

ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને રાહુલ ગાંધી આવશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં ગજવશે સભા

author img

By

Published : Nov 5, 2022, 8:41 AM IST

અમદાવાદ રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) યોજાશે. ત્યારે હવે કૉંગ્રેસે પણ ચૂંટણી જીતવા માટે પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે હવે કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે (rahul gandhi congress Gujarat Visit) આવશે. તે દરમિયાન અહીં તેઓ 4થી 5 સભા ગજવશે.

રાજકીય પાર્ટીઓમાં બેઠકોનો દોર શરૂ મહત્વનું છે કે, રાજ્યમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતવા માટે બેઠકો શરૂ કરી દીધી છે. ગુજરાત કૉંગ્રેસ (congress Gujarat) દ્વારા પણ આ વખતે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીમાં (congress screening committee) તમામ નામો ચર્ચાને ફાઈનલ થઈ ગયાનું પણ સામે આવી રહ્યું છે.

દિલ્હીમાં મંથન સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર. ગુજરાત કૉંગ્રેસમાં (congress Gujarat) ઉમેદવાર પસંદગી માટે મંથન કરવામાં આવ્યું છે. દિલ્હી ખાતે છેલ્લા ત્રણ દિવસથી ટ્રેનિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી એમાં સ્ક્રિનિંગ કમિટીએ (congress screening committee) પેનલ બનાવીને સીસીને યાદી પણ સોંપી દીધી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા માટે પણ તમામ ઉમેદવારોનું મંથન થયું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની કૉંગ્રેસ ઉમેદવારની પેનલ તૈયાર કરવામાં આવી છે. આમાં ઉમેદવાર પસંદગી પર આખરી મહોર સીઈસી બેઠકમાં લાગી જશે.

ધારાસભ્યો રિપીટ થવાની સંભાવના આ સાથે જ મળતી વધુ માહિતી અનુસાર, કૉંગ્રેસ (congress Gujarat) દ્વારા 4 ધારાસભ્ય રિપીટ થાય તેવી સંભાવના પણ સેવાઈ રહી છે કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવાર સાથે ટેલીફોન વાતચીત કરવામાં આવી છે તેવી પણ વિગતો મળી રહી છે. તો આ સાથે જ ભાજપની જાહેરાત બાદ જ કૉંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરશે.

ગાંધી ગજવશે સભા સાથે જ બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) લઈને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત, પ્રભારી રઘુ શર્મા, ગુજરાતમાં પ્રચાર માટે આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ જ મહિને કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (rahul gandhi congress Gujarat Visit) પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે છે. અત્યાર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં (bharat jodo yatra congress) સામેલ હતા. ત્યારે હવે તેમાંથી સમય કાઢીને તેઓ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે ને અહીં તેઓ સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં 4થી 5 સભા ગજવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.