અમદાવાદ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ હોસ્પિટલમાં બનેલ રેગિંગની ઘટનાને (Ragging incident in Ahmedabad civil hospital ) ડેન્ટલ હોસ્પિટલ ડીન ગિરીશ પરમારે ફગાવી દીધી છે. તેમણે જણાવ્યુ હતુ કે આ રેગિંગની ઘટના હતી નહીં. ગયા અઠવાડિયે જન્મદિવસની ઉજવણી બાબતે જુનિયર અને સિનિયર વિદ્યાર્થી દ્વારા ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના સંદર્ભે એન્ટી રેગિંગ કમિટી (Anti Ragging Committee Suspends 3 doctors )સમક્ષ હાજર કરી સિનિયર વિદ્યાર્થીને 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ત્રણ સિનિયર તબીબો સસ્પેન્ડ ડેન્ટલ હોસ્પિટલ ડીન ડૉ. ગિરીશ પરમારે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે આવી ઘટના (Ragging incident in Ahmedabad civil hospital
)અમારે ત્યાં કોઈ જ પ્રકારની થઈ નથી. ગયા અઠવાડિયે પહેલા વર્ષના સિનિયર વિદ્યાર્થી હતાં. જેમાં એક છોકરીએ તેના ત્રણ મિત્ર સાથે પોતાના જન્મદિવસની ઉજવણી હોસ્ટેલમાં કરી હતી. હોસ્ટેલની અંદર રાત્રે 10 વાગ્યા પછી હોસ્ટેલની બહાર જવાનો કે હોસ્ટેલમાં જન્મદિવસ ઉજવવાનો નિયમ નથી. તે સમયે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તમે હોસ્ટેલનો નિયમ તોડ્યો છે. તેના બદલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ ખરેખરમાં હોસ્ટેલમાં આવો કોઈ પણ પ્રકારનો નિયમ નથી. જેના કારણે કોઈ રેગિંગ થયું નથી. બીજા દિવસે અમે તેની તપાસ કરી અને એન્ટી રેગિંગ કમિટી સામે રજૂ કર્યા હતા અને તમામ તપાસ હાથ ધરી હતી તપાસ બાદ ત્રણ મહિના સુધી સિનિયર તબીબોને હોસ્ટેલમાં ન રહેવાની સજા પણ આપી છે.
આ પણ વાંચો જામનગરના રેગીંગ મામલે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
આવી કોઈ ઘટના બની નથી એન્ટી રેગિંગ કમિટી ઘણા સમયથી અમારી પાસે છે. એટલે આવા કોઈ પણ પ્રકારનું વર્તન પામે સ્વીકારી લઈશું નહીં. હું અહીંયા 2005થી છું અને કોઈપણ પ્રકાર આવી ઘટના (Ragging incident in Ahmedabad civil hospital ) બની નથી. આ અમારી રેગ્યુલર કમિટી છે અને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થી અને વાલીઓએ પણ અંડરટેકિંગ આપવાનું હોય છે. અને અમે તમામ વિદ્યાર્થીઓ પાસેથી લીધેલું છે. એન્ટી રેગિંગ કમિટી દ્વારા રેગ્યુલર તપાસ પણ કરવામાં આવી રહી છે.