મધ્યપ્રદેશના મનસોર જિલ્લાના ઓલ વરોકી મદારપુરા વિસ્તારમાં રહેતા નસીમ સત્તારભાઈની પુત્રી રીનાના લગ્ન દાહોદ મુકામે રહેતા અક્રમ ગુલામ નબી છીપા જોડે થયા હતા. અક્રમ છીપાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા, જે પહેલી પત્નીના લગ્નજીવન દરમિયાન સંતાન પ્રાપ્તિ નહીં થતા અક્રમ છીપા એ બીજા લગ્ન રીના જોડે કર્યા હતા. લગ્નજીવનના થોડા સમય બાદ અકરમ અને રીના જોડે સામાન્ય બાબતોમાં તકરારો થવા લાગી હતી.રીનાબેનને હેરાન પરેશાન કરતો હતો અને જેથી રીનાબેન પોતાના પતિને છોડીને મંદસૌર પીયરમાં જતી રહી હતી. બાદમાં પણ રીનાબેન દાહોદ ખાતે આવતી તો અકરમ તેની સાથે મારઝુડ કરતો રહેતો હતો.૨૬મી મેેં ના રોજ અકરમે રીનાબેનની માતા નસીમબેનને ફોન કરી જણાવ્યુ હતુ કે, મારા પિતાનું 40મુ છે, જેની વિધિ કરવાની હોય તમે રીનાને લઈને આવો તેમ જણાવતા માતા નસીમબેન પોતાની દિકરી રીનાબેનને લઈ દાહોદ ખાતે તેના પીયરમાં આવી હતી.
અકરમના પિતાની ચાલીસમાંની વિધિ પતાવી પરત રાત્રીના 12 વાગ્યાની ટ્રેનમાં મંદસૌર જવા નીકળવાના હતા, તે સમયે રાત્રીના સમયે અકરમે રીનાબેનને ગીફ્ટ આપવાની છે, તેમ કહી રીનાબેનને અકરમે એપાર્ટમેન્ટના ધાબા ઉપર લઈ ગયો હતો. ધાબા ઉપર લઈ ગયા બાદ થોડા સમયમાં ધાબા ઉપરથી બુમો સંભળાતા પરિવારજનો ધાબા ઉપર આવી પહોંચ્યા હતા. અને ધાબા પર પહોંચેલા સૌ લોકો દ્રશ્ય જોઈ તેઓના હોશ ઉડી ગયા હતા. રીનાબેન ખુનથી લથપથ હાલતમાં પડેલ હતી તેના પેટના,ગળાના,હાથે,પગે ચપ્પુના ઘા મારી પતિ ધાબા ઉપરથી હાથમાં ચપ્પુ લઈ નાસી ગયો હતો. આ બનાવના પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. જોતજોતામાં પોલિસ પણ સ્થળ પર દોડી આવતા રીનાબેનની લાશને સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. રીનાનો આરોપી હત્યારો પતિ તેની હત્યાા કરી પોલીસ સ્ટેશનેેે હાજર થયો હતો. આ સમગ્ર મામલે રીનાબેનની માતા નસીમ સતારભાઈ ગફુરભાઈ ફકીર દ્વારા દાહોદ શહેર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસનો દૌર શરૂ કર્યાે છે.