કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત, બિહાર અને ઝારખંડની રાજ્યસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પાંચમી જૂલાઇના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહ અને અમેઠીની બેઠક પરથી સ્મૃતિ ઇરાની જીત થતાં ગુજરાતની બે રાજ્યસભાની બેઠક ખાલી પડી છે પરંતુ આ બન્ને બેઠક જીતવા માટે ભાજપ પક્ષ પાસે પૂરતુ ધારાસભ્યોનું બળ ન હોવાને કારણે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો તોડવાનુ આયોજન હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
અમિત શાહ ગુજરાતમાં આવીને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ અપાવે, કેન્દ્રમાં ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ પોતાના મતવિસ્તારમાં રેલી અને સભાનુ આયોજન કર્યુ છે. આ જાહેરસભામાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કરે તેવુ પણ ભાજપ અને અમિત શાહ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે.
ક્યાં ધારાસભ્યો ભાજપમાં પ્રવેશમાં આતુર અને ક્યા લાઇનમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ મેળવા માટે અનેક ધારાસભ્યો બંધબારણે ભાજપના સંપર્કમાં છે. સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમા, રાધનપુરના અલ્પેશ ઠાકોર, અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપના સંપર્કમાં રહીને અમિત શાહની જાહેરસભામાં ભાજપ પક્ષમાં પ્રવેશ કરશે.