અમદાવાદઃ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સોમવાર રાત્રે યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે કોઈ પગલાં લીધા ન હતા, જેથી પરિવારજનો રોષ સાથે પીએમ રૂમની બહાર જ ધરણાં પર બેસી હતા.
મૃતકના પરિવારજનોએ સેકટર-2 જેસીપી નિપુણ તોરવણેને આ ઘટના બાબતે રજૂઆત કરી હતી. જે બાદ ફરજ પર હાજર PSO ગોરધાનસિંહને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ ઈસનપુર પોલીસ સ્ટેશનના PSI કે. પી. ગોહિલને કાગડાપીઠ મુકવામાં આવ્યા છે.
ડી-સ્ટાફને પણ વિડ્રો કરવામાં આવશે, અને તમામ પોલીસકર્મીઓ અન્ય પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવશે. તેમજ દોષીતો સામે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે, જેથી પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.