ETV Bharat / state

PSI દેવેન્દ્રસિંહની આત્મહત્યા મામલે ન્યાય નહીં મળે તો પત્નીની આત્મવિલોપનની ચીમકી

અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં રહેતા અને કરાઈ પોલીસ એકેડેમીમાં તાલીમ મેળવી રહેલા PSI દેવેન્દ્રસિંહે 4 થી 5 મહિના પહેલા પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ બનાવના 4 મહિના બાદ પણ કોઈ ઉકેલ ન આવતા દેવેન્દ્રસિંહના પત્ની ડિમ્પલ રાઠોડે આત્મ-વિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 14, 2019, 5:23 PM IST

PSI દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા મામલે તેમના પત્ની ડિમ્પલ રાઠોડે CBIને તપાસ સોંપવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો 7 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીનગર સચિવાલયમાં આત્મવિલોપન કરીશ, મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. 4 મહિના બાદ પણ ન્યાય નથી મળ્યો. 7 ફેબ્રુઆરીએ પોલીસ કમિશ્નરે પણ ન્યાયની ખાતરી આપી કહ્યું હતું કે, મૃતક પણ પોલીસકર્મી જ છે, ન્યાય મળશે. પરંતુ 5 મહિનાથી આરોપી પકડાયો નથી.

પત્નીની આત્મવિલોપનની ચીમકી

તેણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન વારંવાર કહેતા હોય છે કે, ‘મારી ગુજરાતની બહેનોને ક્યારેય પણ મારી જરૂર પડે તો 50 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો હું તુરંત આપની મદદે પહોંચી જઈશ’ ત્યારે વડાપ્રધાન મોદી મારો વિશ્વાસ નહીં તોડે એવું મને લાગી રહ્યું છે અને મારી મદદ કરશે. જો આવું નહીં થાય તો મારી પાસે આત્મવિલોપન સિવાય કોઈ ઉપાય નહી બચે.

અમદાવાદ
પ્રેસનોટ

R_GJ_AHD_07_14_MAY_2019_PSI_DEVENDRASINH_VIDEO_STORY_ANAND_MODI_AHMD

PSI દેવેન્દ્રસિંહ આપઘાત મામલે ન્યાય ના મળે તો 7 દિવસ બાદ પત્નીની આત્મ- વિલોપનની ચીમકી....

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા અને કરાઈ પોલીસ એકેડેમીમાં તાલીમ મેળવી રહેલા PSI દેવેન્દ્રસિંહે પોતાના ઘરે જ આપઘાત કર્યો હતો જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ બનાવના 4 મહિના બાદ પણ કઈ ઉકેલ ના આવતા દેવેન્દ્ર સિંહની પત્ની ડિમ્પલ રાઠોડે આત્મ-વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

PSI દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા મામલે તેની પત્ની ડિમ્પલ રાઠોડે સીબીઆઈ તપાસની માગ કરી હતી અને કહ્યું કે, જો 7 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીનગર  સચિવાલયમાં આત્મવિલોપન કરીશ, મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. 4 મહિના બાદ પણ ન્યાય નથી મળ્યો. 7 ફેબ્રુઆરીએ પોલીસ કમિશનરે પણ ન્યાયની ખાતરી આપી હતી કે મૃતક પણ પોલીસકર્મી જ છે, ન્યાય મળશે. પરંતુ પાંચ મહિનાથી આરોપી પકડાયો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.