ગૌરવ દહિયા વિશે વાત કરતા લિનુંસિંહે જણાવ્યું હતું કે, હુ બાળકના DNA ટેસ્ટ માટે તૈયાર છું.આ બાળકી દહિયાની છે. દહિયા સાથેના લગ્નના ફોટા અને ચેટ સહિતની વિગતો દિલ્હી જઈને તપાસ અધિકારીઓ સામે રજુ કરીશ.દહિયા દ્વારા કેટલા સમયથી આર્થિક મદદ પણ કરવામાં આવતી નથી પરતું તેમને બાળકીના જન્મ વખતે આપેલા 45 હજાર રૂપિયા અને સોનાની વસ્તુ વેંહચીને પણ લડીશ.દહિયાના તમામ આક્ષેપ ખોટા છે અને તેના લગ્ન દહિયા સાથે થયા હતા.જ્યારે બાળકી એક મહિનાની હતી ત્યારે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.એટલું જ નહિં ગૌરવ દહિયાના પિતા દ્વારા તેને છોડી દેવાનું દબાણ કરવામાં આવતું હતું.
ગૌરવ દહિયાના હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદ્દે લિનુંસિંહે કહ્યું કે, તેમને હાઈકોર્ટમાં જવાની શું જરૂર હતી.આ કેસને દબાવવાનો પ્રયાસ દહિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચોંકવનારા ખુલ્લાસો કરતા લિનુંસિંહે કહ્યું કે, દહિયા મારા સિવાય અન્ય 3 મહિલાઓ સાથે સંબંધમાં હતા અને તેમની સાથે ફેસબુકના માધ્યમથી ઓન-લાઈન ચેટ કરતા હતા.સાંજે 7 વાગ્યે બાદ મને ફોન કરવા દેતા ન હતા. પોતાના અંગત સંબંધોની શરૂઆત વિશે વાત કરતા સિંહે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં ફેસબુકના માધ્યમથી અમે એક-બીજાના પરિચયમાં આવ્યા હતા અને ત્યારબાદ 2018માં મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દહિયાના વકીલ હિતેશ ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમના અસીલના લિનુંસિંહ સાથે લગ્ન થયા નથી અને ભવિષ્યમાં જરૂર પડશે તો DNA ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી હતી.હાઈકોર્ટે દહિયાને દિલ્હી પોલીસ સમક્ષ લિનુંસિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ગાંધીનગર પોલીસને તપાસ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. લિનુંસિંહ દ્વારા બાળકના DNA ટેસ્ટ માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે જેની અગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.