અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુ એક બાકી રહેલી પ્રોપર્ટી ટેક્સ (Ahmedabad Property Tax) ભરવાને લઈને શહેરની જનતા માટે વધુ એક યોજના લાગુ પાડવામાં આવી રહી છે. જેમાં આગામી ત્રણ મહિના માટે દરેક ટેક્સ માટે અલગ અલગ પ્રકારે ટેક્સમાં રાહત આપવામાં આવશે. આગામી 6 તારીખથી શરૂ થઈને 31 માર્ચ 2023 સુધી આ યોજનાનો લાભ અમદાવાદ શહેરની જનતા મળશે.(Tax Rebate Scheme in Ahmedabad)
ત્રણ તબક્કામાં યોજના લાગુ અમદાવાદ રેવન્યુ કમિટીના (Ahmedabad Revenue Committee) ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની જનતા વધુમાં વધુ ટેક્સ ભરે અને અમદાવાદની શહેરના વિકાસમાં તેમનો ફાળો મળી રહે તે માટે કોર્પોરેશનનું રેવન્યુ વિભાગ (Ahmedabad Rebate Scheme) અલગ અલગ રીબેટ યોજના લાગુ પડી રહે છે. ત્યારે વધુ એક વખત ત્રણ અલગ અલગ તબક્કા રીબેટ યોજના લાવવામાં આવી છે. જેમાંની પ્રથમ તબક્કામાં 6 જાન્યુઆરી 2023 થી શરૂઆત થઈને 31 જાન્યુઆરી 2023 સુધી લાગુ રહેશે. જેમાં ચાલી અને ઝુંપડાવાળા વિસ્તારમાં વસતા લોકોને સો ટકા વ્યાજની રકમમાં માફી આપવામાં આવશે. જ્યારે રહેણાંક વિભાગમાં 80 ટકા અને કોમર્શિયલ વિભાગમાં 60 ટકા વ્યાજની રકમમાં માફી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો કોરોનાને લઈને AMC હસ્ત હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ, હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ
બીજા તબક્કામાં 72 ટકા વ્યાજ માફી વધુમાં જણાવ્યું હતું કે, બીજા તબક્કાની શરૂઆત એક ફેબ્રુઆરી 2023થી 28 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે. જેમાં રહેણાંક વિસ્તારમાં 75 ટકા અને કોમર્શિયલ વિસ્તારમાં 55 તક રિબેટ આપવામાં આવશે. જ્યારે 1 માર્ચ 2023થી 31 માર્ચ 2023 સુધી રહેણાંક વિસ્તારમાં 70 ટકા અને કોમર્શિયલ વિભાગમાં 50 ટકા વ્યાજની રકમમાં રીબેટ આપવામાં આવશે. આ ત્રણે તબક્કામાં ચાલી તેમજ ઝૂંપડાવાળાની મિલકતો માટે બાકી રહેતી વ્યાજની રકમમાં 100 ટકા વ્યાજની રકમમાં રીબેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે આજની રેવન્યુ કમિટીમાંથી (AMC Standing Committee) પાસ કરીને આગામી સમયમાં યોજાયેલા સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ આ યોજના અમલ થશે. (property Tax Rebate Scheme in Ahmedabad)
આ પણ વાંચો પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો
આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) જે કરદાતાઓ દ્વારા બાકી ટેક્સની ભરતી સમયસર થતી નથી. તે કરતાઓ સામે કડક રિકવરી પગલા લેવામાં આવશે. હાલમાં મોટા બાકીદારોને ચેતવણી અને નોટિસ પણ આપીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ રિકવરી વધુ ઝડપી બનાવવા માટે સીલીંગ સિવાયના પણ ઇજનેર ખાતાના મારફતે પાણી ગટરના કલેક્શન પણ કાપવામાં આવશે. તેમજ રિકવરીનો ઝુંબેશ દરમિયાન મોટાભાગના બાકીદારોની સામે સામૂહિક પ્રોગ્રામ કરીને ઢોલ નગારા વગાડી બાકીના કરદાતાનું નામ બોલાવીને કાર્યવાહી કરવામાં આવશે. (Ahmedabad Tax Rebate Scheme)