મહાત્મા ગાંધીના જન્મનાં 150 વર્ષ તેમજ નવજીવન ટ્રસ્ટ સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે 2019માં નવજીવન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવન દ્વારા માનવીને મહત્વના મૂલ્યો જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો છે. મહાત્મા ગાંધીને સત્ય, અહિંસા, અંતર શક્તિ અને સદભાવનામાં દ્રઢ શ્રદ્ધા હતી. જે આ નૃત્ય કાર્યક્રમમાં મહાત્મા ગાંધીના જીવન મૂલ્યો સાથે કેવી રીતે જીવી ગયા તેની અભિવ્યક્તિ કરવામાં આવી છે.
મહાત્મા ગાંધીના મૂલ્ય દરેક પેઢી માટે પ્રેરણાદાયી બની રહ્યા છે. 'મહાત્મા-એક અનંત શક્તિ' નૃત્યમાં સિદ્ધિ, નેરેટિવ વિઝ્યુઅલ ડાન્સ અને મ્યુઝિક સાથે તૈયાર કરવામાં આવ્યું છે અને ડાન્સની ટીમ દ્વારા ભરતનાટ્યમના માધ્યમથી મહાત્મા ગાંધીના સંદેશને અભિવ્યક્ત કરવામાં આવ્યું છે.