- દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણી શરૂ કરશે
- સાબરમતી આશ્રમથી 81 પદયાત્રીઓ દાંડી સુધીની યાત્રા કરશે
- દાંડીયાત્રાનો સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રહેશે ઉપસ્થિત
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીની શરૂઆત કરશે. આ ઐતિહાસિક દાંડીયાત્રામાં કુલ 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરશે તેમજ સાથે-સાથે સાયકલ સવારો, બાઈક સવારો પણ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા કરશે. બારડોલી, પોરબંદર, રાજકોટ, વડોદરા અને માંડવી સહિત જિલ્લા મથકો અને અન્ય સ્થળોએ 75 જેટલા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો સભ્યો જોડાશે.
આ પણ વાંચો: દાંડી યાત્રાનું 91મું વર્ષઃ વડાપ્રધાન મોદી 12 માર્ચે 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે
કાર્યક્રમો દ્રારા લોકો પ્રત્યે સંવેદના જગાવશે
પદયાત્રિકો દાંડીયાત્રા માર્ગના 21 સ્થળોએ પદયાત્રાના રાત્રિ રોકાણ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે અને આઝાદીના અમૃત મહોત્સવ સાથે સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સુરક્ષા, જળસંચય જેવા સામાજિક પરિવર્તનના કાર્યક્રમો દ્વારા લોકો પ્રત્યે સંવેદના જગાવવામાં આવશે.
આ પણ વાંચો: 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમે આવે તેવી સંભાવના