ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 16,000 કરોડના રેલવેના પ્રોજેક્ટ્સ ખુલ્લા મુક્યા - PM Modi to launch various railway projects

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાને પાવાગઢમાં મહાકાળીના નવનિર્મિત મંદિરનું ધ્વજારોહણ(PM Modi Pavagadh Visit) કર્યું હતું. વડોદરામાં તેમણે ગુજરાતમાં રેલવે ના જુદા-જુદા 16000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 16,000 કરોડના રેલવેના પ્રોજેક્ટ્સ ખુલ્લા મુક્યા

author img

By

Published : Jun 18, 2022, 7:51 PM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા (PM Modi Gujarat Visit)હતા. તેમણે પાવાગઢ ખાતે મહાકાળીના નવનિર્મિત મંદિરનું ધ્વજારોહણ(PM Modi Pavagadh Visit) કર્યું હતું. તેમજ વડોદરા ખાતે સભાને સંબોધન કર્યું હતું. વડોદરામાં તેમણે ગુજરાતમાં રેલવે ના જુદા-જુદા 16000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

રેલવેના પ્રોજેક્ટ્સ

ગતિશક્તિ વિશ્વવિધલય ભવન - વડોદરામાં નેશનલ એકેડેમી ઓફ ઈન્ડિયન રેલવેના પ્રાંગણમાં એક ગતિશક્તિ વિશ્વવિદ્યાલય બનાવવાની યોજના છે. આ માટે 571 કરોડનો ખર્ચ થશે. આ ભવનમાં 400 રૂમ હશે, આધુનિક 23 લેબ હશે. સ્પોર્ટ્સ બ્લોક અને ફેકલ્ટી હાઉસ હશે. માર્ચ 2025 સુધીમાં આ ભવનનું નિર્માણ થશે. અહીંથી વિદ્યાર્થીઓ ભણીને રેલવેના જુદા-જુદા ક્ષેત્રોમાં રોજગારી મેળવી શકશે અને નવી શોધ કરી શકશે.

આ પણ વાંચોઃ રેલવે સ્ટેશનના પ્રવાસીઓએ હવે નહીં થવું પડે હેરાન, AMCએ કરી નવી વ્યવસ્થા

આ રેલવે સ્ટેશનોનો પુનઃવિકાસ થશે - સુરત રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવશે. જે માટે કુલ 1475 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં રેલવેનો ફાળો 1012 કરોડ અને ગુજરાત સરકારનો ફાળો 462 કરોડ હશે. પ્રથમ ચરણ માટે 980 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાંથી રેલવેનો ફાળો 683 કરોડ અને ગુજરાત સરકારનો ફાળો 297 કરોડ હશે. સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે નવા એન્ટ્રસ ગેટ બનાવવામાં આવશે. નવું પ્લેટફોર્મ બનશે. ઇન્ટરસિટી બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. પ્રવાસી અને વાણિજ્યિક ટ્રાન્સપોર્ટને લગતી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉધના રેલવે સ્ટેશનનો વિકાસ 244 કરોડના ખર્ચે કરવામાં આવશે - અમદાવાદમાં સાબરમતી રેલવે સ્ટેશનનો વિકાસ 350.75 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેમાં રેલવે મેટ્રોનું એકીકરણ કરવામાં આવશે. નવા સ્ટેશનનું ભવનનું નિર્માણ કરવામાં આવશે. દિવ્યાંગોને અનુકૂળ વિશેષતા ઉભી કરવામાં આવશે. લિફ્ટ-એસકેલેટર વ્યવસ્થા ઉભી કરાશે. વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સ્ટેશનને હરિયાળું બનાવવા ઉપરાંત ઊર્જા બચતની વ્યવસ્થાઓ કરવામાં આવશે. સોમનાથ રેલવે સ્ટેશનનો રૂપિયા 157.4 કરોડના ખર્ચે વિકાસ થશે.

પાલનપુર મદારખંડ ફ્રેટ કોરિડોર - પશ્ચિમ રેલવેમાં પાલનપુર અને મદાર ખંડ વચ્ચે 357 કિલોમીટરની ફ્રેટ કોરિડોર છે. તેના વિકાસ માટે 7250 કરોડની યોજના સ્વીકારવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ભારતમાં ઓછા ભાડાએ લોજિસ્ટિક સુવિધા વધારી અને ભારતીય ઉદ્યોગો તેમજ કૃષિ પેદાશોને વિશ્વ બજાર સુધી પહોંચાડવાનો છે.

આ પણ વાંચોઃ PM Modi Vadodara Visit: "21મી સદીના ભારતના તેજ વિકાસ માટે મહિલાઓનો વિકાસ ખૂબ જરૂરી"

અમદાવાદ બોટાદ ગેજ પરિવર્તન - અમદાવાદ અને બોટાદ વચ્ચે 166 કિલોમીટર રેલવે ટ્રેકનું ગેજ પરિવર્તન કરવામાં આવ્યું છે.જે માટે 1555 કરોડ રૂપિયાનું ખર્ચ આવ્યો છે. નવા ગેજથી અમદાવાદ અને ભાવનગર વચ્ચે 33 કિલોમીટરનું અંતર ઘટી જશે. જેનો લાભ બાવળા, ધોળકા, ધંધુકા જેવા નાના શહેરોને પણ મળશે. સાથે જ લોથલ,સરખેજ જેવા સ્ટેશનોને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. અમદાવાદ અને પીપાવાવ વચ્ચે વૈકલ્પિક રેલમાર્ગ ઉપલબ્ધ થશે.
અન્ય યોજનાઓ - ઢસા - લુણીધાર ખંડ યોજના અંતર્ગત 175.57 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતના સૌરાષ્ટ્રના બંદરોને નાના ટ્રેન ટ્રેકથી જોડવામાં આવશે. જેનો લાભ સૌરાષ્ટ્રના લોકોને આર્થિક અને સામાજિક વિકાસની સાથે ગિરનારના પર્યટકોને મળશે.

પાલનપુર-મીઠાખંડના 81 કિલોમીટરના ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવશે. પાલનપુર રાધનપુર ખંડ યોજના અંતર્ગત 1205 કરોડના ખર્ચથી 114 કિલોમીટર લાંબો રેલવે ટ્રેક ગોઠવવામાં આવશે. જે ગુજરાત અને દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં માલ પરિવહન માટે મદદરૂપ બનશે. ગાંધીધામમાં 220 કરોડ રૂપિયાના ખર્ચથી લોકોમોટિવ અનુરક્ષણ ડેપો બનાવવામાં આવશે. જેમાં 4500 અને 6000 હોર્સ પાવરના એન્જિનનું સર્વિસિંગ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.