ETV Bharat / state

પ્રમુખસ્વામી મહારાજ મારા પિતાતુલ્ય - PM મોદી - પ્રમુખસ્વામી નગર

પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો(Pramukh Swami Shatabdi Mahotsav) આજથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખસ્વામી નગરનું ઉદ્ઘાટન કર્યું છે. (PM narendra Modi inaugurated Pramukhswami Nagar) PM મોદી અને મહંતસ્વામીની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજાપાઠ અને વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું કર્યું ઉદ્ઘાટન

author img

By

Published : Dec 14, 2022, 6:12 PM IST

Updated : Dec 14, 2022, 10:55 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખસ્વામી નગરનું ઉદ્ઘાટન

અમદાવાદ: પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો(Pramukh Swami Shatabdi Mahotsav) આજથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ ગયો છે. સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખસ્વામી નગરનું ઉદ્ઘાટન કર્યું છે.(PM narendra Modi inaugurated Pramukhswami Nagar)

ભારતીય સંસ્કૃતિની ઝાંખી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અહીં આવીને મને દિવ્યતાની અનુભૂતિ થઈ છે. મારૂ સૌભાગ્ય છે કે, આ ઐતિહાસિક કાર્યક્રમમાં મને સહભાગી થવાનો મોકો મળ્યો. અહીં અબાલ વૃદ્ધ સૌ માટે વિરાસત ધરોહર પ્રકૃતિને પરિસરમાં આવરી લેવામાં આવી છે. ભારતની સંસ્કૃતિની અહીં ઝાંખી જોવા મળી રહી છે. આવનારી પેઢીને આ આયોજન પ્રેરણા આપશે. દુનિયાભરમાંથી લોકો મારા પિતાતુલ્ય પ્રમુખસ્વામીને શ્રદ્ધાજંલિ આપવા માટે આવશે. આ નગરમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના જોવા મળે છે. આપણા સંતોએ વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે.

અક્ષરધામ મંદિર હુમલાની કરી ચર્ચા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના અક્ષરધામ મંદિર ઉપર આંતકવાદી હુમલા વખતની સ્મૃતિઓ તાજી કરતા જણાવ્યું હતું કે હું મુખ્યપ્રધાન નિવાસસ્થાનેથી જ્યારે પણ નીકળતો હતો ત્યારે અક્ષરધામ મંદિરના દર્શન કરીને નીકળતો હતો અને મને અચાનક સમાચાર મળ્યા કે અક્ષરધામ મંદિર ઉપર હુમલો થયો છે. ત્યારે મેં તાત્કાલિક ધોરણે પ્રમુખસ્વામીને ફોન કર્યો હતો. ત્યારે પ્રમુખ સ્વામીએ પ્રતિ ઉત્તર આપતા જણાવ્યું હતું કે તમે બરાબર છો ને? બાકી બધું સારું થઈ જશે. આમ, અનેક વિકટ પરિસ્થિતિમાં પ્રમુખસ્વામી દરેક આપત્તિ-સ્થિતિમાં સ્થિર, સંતુલિત અને સ્વસ્થ રહી શકતા હતા. જ્યારે દિલ્હીના અક્ષરધામના નિર્માણને પ્રમુખસ્વામીનું યુગ પ્રવર્તક કાર્ય ગણાવી જણાવ્યું હતું કે પ્રમુખસ્વામીએ તેમના ગુરુના વચનોને ઝીલીને યમુનાના કિનારે ભારતની સંસ્કૃતિના ઉદઘોષ કરતું ભવ્ય મંદિર બનાવી દીધું. આ તેમની શિષ્ય તરીકેની તાકાત દર્શાવે છે.

પ્રમુખસ્વામી મહારાજ પિતાતુલ્ય: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રથમ વાર મુખ્યપ્રધાન બન્યા તેની ઘટના વાગોળી હતી. તેમણે જણાવ્યું કે 2002માં ચૂંટણી લડવી હતી અને નામાંકન દાખલ કરવું હતું અને રાજકોટથી ચૂંટણી લડતો હતો અને ત્યાં નામાંકન દાખલ કરવા ગયો ત્યારે બે સંત આવ્યા અને તેમણે મને એક બોક્સ આપ્યો મેં ખોલીને જોયું તો અંદર એક પેન હતી અને એ સંતોએ મને કહ્યું કે, આ પેન પ્રમુખ સ્વામીજીએ મોકલી છે, નામાંકનમાં સહી આ પેનથી કરવા કહ્યું છે. PM મોદીએ કહ્યું કે, તે ચૂંટણીથી લઈ અને કાશી ચૂંટણી સુધી ગયો પરંતુ હજી સુધી એવું નથી થયું કે હું નામાંકન દાખલ કરવા ગયો અને પ્રમુખ સ્વામીજીના માણસો પેન લઈને ઉભા ન હોય. પ્રમુખસ્વામી મહારાજ મારા પિતા તુલ્ય છે, બાલ્યવ્યસ્થામાં પણ પ્રમુખ સ્વામીના દૂરથી દર્શન કરવાનું સારૂ લાગતું હતું પરંતુ નજીકથી દર્શન થશે એવું વિચાર્યું ન હતું પરંતુ પહેલી વખત મુલાકાત થઈ ત્યારે તેમના એક એક શબ્દ મારા હર્દયમાં ઉતરતા ગયાં.

આ પણ વાંચો - શતાબ્દી મહોત્સવમાં પહોંચવા માટે PSM 100 એપ્લિકેશન બનશે ગાઈડ

શાસ્ત્રોક્ત વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરાયું છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે.PM મોદી અને મહંત સ્વામી દ્વારા કળશ હાથમાં રાખી વેદોના ઉચ્ચાર સાથે શતાબ્દી મહોત્સવ ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજાપાઠ અને વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત કરી છે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં હાજર રહ્યા હતા.

ભાવિકોની ભીડ: મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજ અડધો કિલો મીટર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું. જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પીએમ મોદીની સભામાં 1 લાખથી વધુ લોકો હાજર છે. અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

વડાપ્રધાનના અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદિશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઇએ સ્વાગત કર્યુ હતું.

Last Updated : Dec 14, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.