ETV Bharat / state

ઉદયપુર-અસારવા વચ્ચે હવે ડાયરેક્ટ ટ્રેન,PM મોદીએ આપી લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અસારવા ઉદયપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનનું (Railway station) પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. લુણીધાર, કુંકાવાવ,વડીયા દેવળી નવા રેલવે સ્ટેશન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં લુણીધાર - જેતલસર વચ્ચે ગેજ પરિવર્તન કરવામાં આવ્યું છે. જેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસની ભેટ આપી

author img

By

Published : Nov 1, 2022, 1:24 PM IST

અમદાવાદ દેશમાં રેલવેમાં દિવસેને દિવસે વિકાસ થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી આધુનિક ટ્રેન તેમજ ગેજ પરિવર્તન તેમજ નવા રેલવે સ્ટેશન લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રેલવે વધુ એક ભેટ આપી છે. જેમાં અમદાવાદના અસારવાથી ઉદયપુર સુધી નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અનેક નવા રેલવે સ્ટેશન (Railway station) લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમ રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ,અમદાવાદ શહેરના તમામ ધારાસભ્ય, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર,સાંસદ નરહરિ અમીન સહિતના નેતા હાજર રહ્યા હતા.

વિકાસ અટકાવ્યો 2014 પહેલા કેન્દ્ર સરકારે ગુજરાત વિકાસ અટકાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે 2014 પહેલા કેન્દ્ર સરકાર પાસે રેલવેના કામ લઈને અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેને નજર અંદાજ કરવામાં આવતું હતું. પણ જયારે 2014માં ભાજપની સરકાર બનતા જ રેલવેનો વિકાસ થયો છે. 2009 થી 2014 સુધી 125 કીમી ડબલ લાઈન રેલવે ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. 2014થી અત્યાર સુધી 550 કિમી ડબલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. 2009 થી 2014 સુધી 500 કિમી વિદ્યુત રૂપાંતર કરવામાં આવ્યું હતું .જ્યારે 2014 બાદ 1700 કિમી રૂપાંતર કરવામાં આવ્યું છે.

કૉંગ્રેસ પર પ્રહાર કૉંગ્રેસ પર પ્રહાર વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાન સરકાર આજ સરદાર સાહેબનું અપમાન કર્યું છે. કૉંગ્રેસે સરદાર સાહેબનું અપમાન કર્યું છે. એક ગુજરાતીનું અપમાન કર્યું છે. ભાજપ સરદાર સાહેબના સન્માન માટે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવ્યું છે. જયારે કૉંગ્રેસ સરદાર સાહેબનું અપમાન કરી રહી છે.

સ્પેશિયલ ટ્રેન શરૂ અસારવા ઉદયપુર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી. અસારવા હિંમતનગર વચ્ચે રેલવે પાટા ગેજ પરિવર્તન કરીને નવા બ્રોડ ગેજ કરીને ઉદયપુર સુધી રેલવે કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. જેમાં અંદાજિત રુપિયા 2482.38 કરોડના ખર્ચે 299 કિમી નવી રેલવે લાઈન નાખવામાં આવી છે. અમદાવાદ, નંદોલ, દહેગામ,પ્રતિજ, હિંમતનગર, શામળાજી રોડ,ડુંગરપુર, ઉદયપુર જેવા મહત્વના સ્ટેશન આવેલા છે. જેમાં 43 મોટા પુલ અને 756 નાના પુલનો સમાવેશ થાય છે.

ઉદ્યોગને મળશે પ્રોત્સાહન અસારવા - ઉદયપુર વચ્ચે રેલવે શરૂ થવાની સાથે જ અમદાવાદ દિલ્હી વચ્ચે નવી રેલવે માટેનો વૈકલ્પિક માર્ગ પણ મળ્યો છે. સાથે કચ્છ, ઉદયપુર, ચિત્તોડગઢ,નાથદ્વારા જેવા પર્યટન સ્થળોને વધુ વેગ મળશે. ઉદ્યોગક્ષેત્રે હિંમતનગર સ્ટાઇલ ઉદ્યોગને વધુ વેગ મળશે.

નવી લાઈન શરૂ સૌરાષ્ટ્રમાં લુણીધાર - જેતલસર વચ્ચે 58 કિમી રેલવે ગેજ પરિવર્તન કરીને નવા બ્રોડ ગેજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેને લઈને વેરાવળ, પોરબંદર, પીપાવાવ પોર્ટ અને ભાવનગર જેવા શહેર જવું હવે સરળ બનશે. આ સમગ્ર રૂટ પર રુપિયા 452 કરોડનો ખર્ચ કરી 58 કિમી લંબાઈના રૂટ પર ગેજ પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં 6 મુખ્ય સ્ટેશન,3 મોટા બ્રિજ, 29 નાના બ્રિજ 25 અંડર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે.

સમયમાં ઘટાડો ભાવનગર - પોરબંદર વચ્ચે સમય ઘટશે. નવા બ્રોડ ગેજ શરૂઆત થતા જ ભાવનગર થી પોરબંદર, વેરાવળ જવા માટે અંદાજિત 5 કલાક જેટલા સમયમાં પણ ઘટાડો થશે. આ ઉપરાંત અમરેલી,રાજકોટ,જૂનાગઢ, સોમનાથ, પોરબંદર જેવા શહેર આર્થિક વિકાસ માટે પણ મદદરૂપ થશે. ગીર અભ્યારણ, સોમનાથ, જૂનાગઢ જેવા પર્યટન જેવા સ્થળો લાભ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.