સતત વધી રહેલી મોંઘવારીની અસર હવે પાઠ્યપુસ્તકો પર અને અભ્યાસને લગતી ચીજ-વસ્તુઓ પણ પડી રહી છે. જેને કારણે સ્ટેશનરીના ભાવો પણ બમણા થઇ ગયા છે. આ વધારાથી સૌથી મોટી અસર મધ્યમવર્ગના લોકોને પડશે. આ ભાવ વધારામાં ગણિતની ચોપડીનો ભાવ ડબલ 104 થી 117 રૂપિયા થઇ ગયો છે. જ્યારે સ્ટેશનરી બજારમાં નોટબુક અને પાઠ્યપુસ્તકોના ભાવમાં 100% જેટલો ભાવ વધારો ઝીંકાયો હોવાના પગલે વાલીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.
પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો ઝીંકાતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર બાળકોના ભણતરના ખર્ચને લઇ ચિંતામાં મુકાયા છે. માત્ર નોટબુકનો જ ખર્ચ 500 થી 800 રૂપિયા થઇ જાય છે. જ્યારે પાઠ્યપુસ્તકોની કિંમતમાં પણ વધારો થયો છે તો સ્કૂલના વાન અને રિક્ષાના ભાવમાં વધારા અંગે કોઇ નિર્ણય આવ્યો નથી.
આ મામલે NSUI દ્વારા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ સમગ્ર મામલે નાયબ નિયામકને તથા નિયામક ના અંગત મદદનીશને રજૂઆત કરવામાં આવી છે.