અમદાવાદ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ચાંદખેડામાં આવેલા કર્ણાવતી (gambling case in Ahmedabad) ડુપ્લેક્સમાં જુગારના અડ્ડા પર દરોડો પાડ્યા હતા. આ જુગારધામમાંથી રૂપિયા 3.55 લાખની રોકડ સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને સ્થળ પરથી પત્તાની સ્કેન કરવા માટેનું ક્રેટ સ્કેનર મળી આવ્યું હતું. જેને બ્લુ ટુથથી મોબાઇલ સાથે જોડીને ક્યાં જુગારી પાસે ક્યા ક્યા પત્તા છે. તે માહિતી મળતી હોય છે. જોકે આ કોની માલિકીનું હતું? તે જાણવા મળ્યું નહોતું. (Prevention of crime branch raids in Chandkheda)
કેવી રીતે જુગારધામ ઝડપાયો PCBના PI તરલ ભટ્ટ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ચાંદખેડામાં આવેલા શિવ શક્તિનગર પાસેના કર્ણાવતી ડુપ્લેક્સમાં જુગારનો અડ્ડો ચલાવવામાં આવે છે. જેે બાતમીને આધારે પોલીસે મંગળવારે રાતના સમયે દરોડો પાડ્યો હતો. જેમાં 10 જુગારીઓ સ્થળ પરથી જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી કુલ 3.55 લાખની રોકડ મળી આવી હતી. તેમજ 10 મોબાઇલ ફોન, 10 વાહનો સહિત કુલ રૂપિયા 17 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મુખ્ય આરોપી અતીશ શાહે (રહે.નિગમનગર સોસાયટી) જણાવ્યું હતું કે, કર્ણાવતી ડુપ્લેક્સની ઓફિસ તેના મિત્ર ગુલાબસિંહ બાજવાનીની છે અને તે બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડવાના બદલામાં ચાર્જ વસુલતો હતો. જેમાં તે ગુલાબસિંહને પણ હિસ્સો આપતો હતો. (Chandkheda gambling case)
જુગારીઓને હરાવવા માટે ડીવાઇઝ આ સાથે પોલીસને સ્થળ પરથી ક્રેટ સ્કેનર નામનું ડિવાઇઝ મળી આવ્યું હતું. જેમાંથી પત્તાને સ્કેન કરીને ક્યા જુગારી પાસે ક્યા ક્યા પત્તા છે. તે જાણી શકાય છે. જેથી અહીંયા આવતા જુગારીઓને હરાવવા માટે પણ ડીવાઇઝનો ઉપયોગ થતો હોવાની શક્યતા છે. જોકે હાલ આ ડીવાઇઝ કોની માલિકીનું છે? તે અંગે માહિતી મળી શકી નથી. તો બીજી તરફ મોટા પ્રમાણમાં જુગારના સ્થળથી ચાંદખેડા પોલીસ સ્ટેશન ખુબ જ નજીક હોવા છંતાય, સ્થાનિક પોલીસને માહિતી ન હોવાને લઇને પણ અનેક સવાલ ઉભા થયા છે. (Gambling in Chandkheda Ahmedabad)
જુગાર રમતા શખ્સોના નામ અતીશ કમલેશભાઈ શાહ, રણજીત ભલાજી ઠાકોર, જયેશ મગનભાઈ દેસાઈ, બલરાજ પુંજાજી ઠાકોર, અજય ચંદુભાઈ ઠાકોર, ગોપાલ બળદેવજી ઠાકોર, અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર, (Gamblers arrested in Chandkheda) ગોપાલ ભીખાભાઈ ઠાકોર, બળદેવ પુંજાજી ઠાકોર અને રાકેશ ચંદુજી ઠાકોર જુગાર રમતા પકડાયા હતા.(gambling act gujarat)