ETV Bharat / state

અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેનશન સેન્ટરમાં 900 બેડના કોવિડ સેન્ટરની તૈયારીઓ શરૂ

અમદાવાદમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને સરકારી હોસ્પિટલો ભરાઈ ગઇ છે. પ્રાઇવેટ હોસ્પિટલ પણ હાઉસફુલ થવાના આરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને કોરોનાના દર્દીઓને સારવાર આપવા, ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગથી અમદાવાદમાં 900 બેડની સુવિધા સજ્જ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવાની કામગીરીનો પ્રારંભ કરી દીધો છે.

અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેનશન સેન્ટરમાં 900 બેડના કોવિડ સેન્ટરની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેનશન સેન્ટરમાં 900 બેડના કોવિડ સેન્ટરની તૈયારીઓ શરૂ
author img

By

Published : Apr 16, 2021, 10:26 PM IST

  • ભારત સરકાર અને DRDOના સહયોગથી ગુજરાત સરકારની કોવિડ સેન્ટર ઉભું કરવાની કામગીરી શરૂ
  • ઓક્સિજન સુવિધા સાથેની હોસ્પિટલમાં 150 બેડની ICU પણ હશે
  • વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં પ્રાથમિક જરૂરિયાત સાથેની હોસ્પિટલ કાર્યરત કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલના નિર્માણની કામગીરીની સમીક્ષા કરાઇ હતી.

અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેનશન સેન્ટરમાં 900 બેડના કોવિડ સેન્ટરની તૈયારીઓ શરૂ

આ પણ વાંચોઃ ગરીબ દર્દીઓની સારવાર માટે ઉના-ગીર ગઢડામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માંગ

આ ક્રિટિકલ કોવિડ કેર સેન્ટરમાં 150 વેન્ટીલેટર હશે

અમદાવાદમાં 132ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 ICU બેડ હશે, જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે. જો જરુર પડેતો વધુ 500 બેડ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આ પણ વાંચોઃ વડોદરામાં 160 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 11 હજારથી વધુ બેડની વ્યવસ્થા કરાઈ

● માનવ જરૂરની સુવિધાઓ ઉપલબ્ધ થશે

900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.