આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 7 પેટા ચૂંટણીની બેઠક માટે આગોતરા આયોજન કરવામાં આવ્યા છે, જેમાં વરિષ્ઠ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. સાથે જ જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠક માટે પણ નિરીક્ષકની નિમણૂક કરી દેવામાં આવી છે. આ ચૂંટણીને લઇને નિરીક્ષકો દ્વારા પણ જવાબદારી સંભાળી લેવામાં આવી છે. પરિણામમાં કોંગ્રેસને વધુમાં વધુ બેઠક મળે તે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ભાજપ ઉપર પ્રહાર કરતાં મનીષ દોશીએ કહ્યું હતું કે, ભાજપના નોટબંધી, જીએસટીના નિર્ણયથી લોકો પરેશાન થયા છે, તો કોંગ્રેસ લોકોના મુદ્દાને સાથે લઈને પેટા ચૂંટણી લડશે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે.