- ઉતરાયણ પહેલા ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓની પ્રિ -ઉતરાયણ
- સિનેતારકોએ મન મૂકીને પતંગ ચગાવ્યા
- કોરોનાની SOP અનુસરવા સલાહ
અમદાવાદ : શહેરમાં એક પાર્ટી પ્લોટ ખાતે ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓએ સાથે ભેગા મળીને પ્રિ-ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જેમાં તેમને બે ટીમમાં વહેંચાઈને પતંગ ચગાવીને એકબીજાના પેચ કાપ્યા હતા. આ સાથે જ તેમને લોકોએ સૌને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી હતી.
કયા-કયા ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓ રહ્યાં હાજર
આ ઉજવણીમાં 'ભાઈ-ભાઈ' ફેમ અરવિંદ વેગડા, અવની મોદી, નિરાલી જોશી અને હેલ્લારો ફિલ્મના આર્ટિસ્ટ હાજર રહ્યા હતા. તેમને પોતાના ફેન સાથે ફોટા પણ પડાવ્યા હતા. કેટલાક ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓ તો સ્પેશિયલ મુંબઈથી અમદાવાદની ઉત્તરાયણ ઉજવવા આવ્યા હતા.
અરવિંદ વેગડાએ જૂના સ્મરણો વાગોળ્યા
ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે, તેમને જ્યારે ચોથા ધોરણમાં ભણતા ત્યારે શાહપુર ખાતે સવારે દોરી રંગાવા ગયા. તેમને એમ કે તેમને જલ્દીથી દોરી રંગાવીને ઘરે પહોંચી જશે, પરંતુ અમદાવાદની ઉત્તરાયણની તૈયારીઓમાં દોરી રંગાવીને તેમને સાંજે ઘરે પહોંચ્યા અને તેમને ઘરે મેથીપાક મળ્યો હતો.
કોરોનાની ગાઈડલાઈન પાળવા સલાહ
કોરોનાની રસી જ્યારે ગુજરાતમાં આવી ચૂકી છે, ત્યારે કોરોના જલ્દીથી વિદાય લેશે તેવી આશા તેમને વ્યક્ત કરી છે. આમ છતાંય ગુજરાતી ફિલ્મજગતના સિતારાઓએ ઉત્તરાયણમાં કોરોનાની SOP અનુસરવા ગુજરાતીઓને સલાહ આપી હતી.