પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયનો સમગ્ર દેશવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. સરકારના આ નિર્ણયથી અમે ખુશ છીએ અને આ નિર્ણયને આવકાર્યો છે. છેલ્લા 30 વર્ષથી 4 લાખ કાશ્મીરી પંડિતો જે વર્ષોથી જમ્મુની ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. તેમને કાશ્મીરમાં તેમના પોતાના ઘરોમાં રહેવાનો અધિકાર ફરી મળશે.
આ નિર્ણય બાદ હવે રામ મંદિર અને કોમન સિવિલ કોર્ટનો મુદ્દો પણ સરકાર જલ્દી લાવે તેવી તેમને આશા વ્યક્ત કરી હતી. ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રની સરકારને અભિનંદન આપ્યા હતા.