ETV Bharat / state

પ્રમુખ સ્વામીનગરમાં માનવ મહેરામણ ઉમટ્યું, 1 દિવસમાં લાખ લોકો આવ્યા - Facilities at pramukh swami nagar

અમદાવાદમાં તૈયાર કરાયેલા પ્રમુખ સ્વામીનગરમાં (pramukh swami nagar) રવિવારે 1 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી હતી. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના પ્રારંભના પહેલા રવિવારે આટલી મોટી જનમેદની ઉમટતાં (Crowd at pramukh swami maharaj shatabdi mahotsav) ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. આ સાથે જ રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડમાં પણ ભારે ભીડ જોવા મળી હતી.

પ્રમુખ સ્વામીનગરમાં ઉમટ્યો જનસાગર, એક જ દિવસમાં અધધ 1 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત

author img

By

Published : Dec 19, 2022, 2:15 PM IST

10 એકરમાં ગ્લો ગાર્ડન તૈયાર

અમદાવાદ શહેરના ઓગણજ ખાતે 600 એકરમાં પ્રમુખ સ્વામીનગર (pramukh swami nagar) તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 15 જાન્યુઆરી સુધી યોજાનારા આ મહોત્સવમાં (pramukh swami maharaj shatabdi mahotsav 2022) રવિવારના દિવસે 1 લાખથી વધુ લોકોની ભીડ ઉમટી હતી. સાથે જ અહીં લોકોએ બાળનગરી તેમ જ સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ શૉને જોવા લોકોની ભીડ આવી હતી. અહીં બાળનગરીનું સંચાલન 3,000થી પણ વધુ બાળકો કરી રહ્યા છે.

નગરની આકર્ષણની જગ્યાઓ આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (pramukh swami maharaj shatabdi mahotsav 2022)વિશ્વનો સૌથી મોટો મહોત્સવ છે, જેમાં દેશ જ નહીં, પરંતુ વિદેશથી પણ મોટી સંખ્યામાં ભાવિભક્તો આવ્યા છે. પ્રમુખસ્વામી નગરમાં બાલનગરી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, વન્ડરલેન્ડ, સાંસ્કૃતિક પ્રવેશદ્વાર અને પ્રદર્શન ખંડો તૈયાર કરવામાં આવ્યા છે.

રવિવારે 1 લાખથી વધુ લોકો ઉમટ્યા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (pramukh swami maharaj shatabdi mahotsav 2022)15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. જ્યારે આ શતાબ્દી મહોત્સવના પ્રથમ રવિવારે અંદાજિત એક લાખથી પણ વધુ લોકો આ મહોત્સવની મુલાકાત લીધી હતી. જેમાં બાળનગરી, પ્રદર્શન ખંડો, સાધુ સંતોના પ્રવચન તેમજ રાત્રીના સમયે લાઇટ એન્ડ સાઉન્ડ શોની મજા માણી હતી. મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ હાજર છે. જેથી મુલાકાતે આવનાર લોકોને કોઈપણ પ્રકારની સમસ્યા ન ઉદભવે તેના માટેની પણ ખાસ વ્યવસ્થા (Facilities at pramukh swami nagar ) ઊભી કરવામાં આવી છે.

10 એકરમાં ગ્લો ગાર્ડન તૈયાર 600 એક જ જમીનમાં તૈયાર કરવામાં આવેલા પ્રમુખસ્વામી મહારાજના નગરની (pramukh swami nagar) અંદર આ જ મહોત્સવના (pramukh swami maharaj shatabdi mahotsav 2022) સ્થળે એક અદભુત રંગબેરંગી ડિઝાઇન તેમ જ પ્રેરક સંદેશ સાથે ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. 2,000થી પણ વધુ સ્વયંસેવકોએ રાતદિવસ મહેનત કરીને 10 એકર જમીનમાં ગ્લો ગાર્ડન તૈયાર કર્યું છે. તેની અંદર થીમ પર સંદેશાઓ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ગાર્ડનમાં પ્રાણીઓ પક્ષીઓ, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરવામાં આવી છે.

બાળકો દ્વારા સંચાલિત બાળનગરી આ ભવ્યનગરની અંદર એક બાળકો દ્વારા સંચાલિત એક બાળનગરી (pramukh swami nagar) પણ તૈયાર કરવામાં આવી છે, જેનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણા આપવામાં આવી રહી છે. તો બાળ અને બાલિકાઓ સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીમાં 6,500 બાળકો સેવા આપી રહ્યા છે. બાળનગરીમાં કલાત્મક મેસ્કોટ, પ્રદર્શન ખંડ, સાંસ્કૃતિક રત્નો, શાંતિધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડપ એક્સપ્રેસ વિવિધ રચનાઓ ઉપરાંત 150થી પણ વધુ બાળકો નૃત્ય સંગીત અને ગીતથી લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.