ETV Bharat / state

ABVP દ્વારા RTPCR ટેસ્ટ કરવાની તારીખ મુલતવી રખાઇ - test ragistration news

રાજ્યમાં કોરોના વધતા લોકોમાં જાગૃતિ આવે આવી અને વધુમાં વધુ લોકોએ રિપોર્ટ કરાવવાનું શરૂ કર્યું છે. ત્યારે ABVPએ અમદાવાદમાં કાર્યાલય ખાતે 100 રૂપિયામાં રજીસ્ટ્રેશન કરાવીને 4 મેથી ટેસ્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ તે હવે મુલતવી રાખવામાં આવ્યું છે. પછીથી નવી તારીખ હવે જાહેર કરવામાં આવશે.

ABVPએ કરેલી જાહેરાત
ABVPએ કરેલી જાહેરાત
author img

By

Published : May 4, 2021, 8:19 AM IST

  • હોસ્પિટલ અને ખાનગી લેબમાં 700થી 800 રૂપિયામાં RTPCR ટેસ્ટ કરાય
  • ABVP દ્વારા માત્ર 100 રૂપિયામાં રજીસ્ટ્રેશન ફી લઈને RTPCR ટેસ્ટ કરવાની જાહેરાત
  • નેશનલ મેડીકો ઓર્ગનાઇજેસન અને જન્મ શતાબ્દી સેવા સમિતિના સયુંક્ત ઉપક્રમે આયોજન કરાશે

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક લોકો સંક્રમિત થયા છે. જ્યારે લોકોમાં જાગૃતિ આવી છે અને વધુમાં વધુ લોકોએ રિપોર્ટ કરાવવાનું શરૂ કર્યું છે. ત્યારે હોસ્પિટલ અને ખાનગી લેબમાં 700થી 800 રૂપિયામાં RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે ABVP દ્વારા માત્ર 100 રૂપિયામાં રજીસ્ટ્રેશન ફી લઈને RTPCR ટેસ્ટ કરાવવાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે રાત પડતાની સાથે જ આ જાહેરાતનો ફિયાસ્કો થયો હતો.

આ પણ વાંચો : મનરેગા યોજના અંતર્ગત તળાવ ઉંડુ કરનારા શ્રમિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા
ABVP કાર્યાલય RTPCR ટેસ્ટ 4 મેથી શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી
કોરોના મહામારીમાં વિદ્યાર્થી પાંખ પણ મેદાને આવી હતી. જેમાં જરૂરિયાતમંદ લોકોને 100 રૂપિયામાં રજીસ્ટ્રેશન કરાવી પાલડી ખાતે આવેલા ABVP કાર્યાલય RTPCR ટેસ્ટ 4 મેથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે હવે મુલતવી રાખવામાં આવ્યું છે. પછીથી નવી તારીખ હવે જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : 7 રાજ્યમાંથી આવતા લોકોને હિમાચલ પ્રદેશમાં આવવા માટે RTPCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઇએ

પ્રતિદિન 100 વ્યક્તિના ટેસ્ટ કરવા માટેનું આયોજન કરાયું

જ્યારે ABVP સાથે નેશનલ મેડીકો ઓર્ગનાઇજેસન અને જન્મ શતાબ્દી સેવા સમિતિના સયુંક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રતિદિન 100 વ્યક્તિના ટેસ્ટ કરવા માટેનું આયોજન કરાયું હતું. પરંતુ સમગ્ર જાહેરાતનો ફિયાસ્કો થયો છે. ક્યાં કારણોસર આ મુલતવી રાખ્યું એ હજુ સુધી સામે આવ્યું નથી. કે માત્ર નામના માટે મોટા ઉપાડે જાહેરાત કરી હતી એ પણ એક પ્રશ્ન છે.

નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે
જ્યારે આ મામલે ABVPના આગેવાનોએ જણાવ્યું હતું કે, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં અમુક કારણોસર આ સેવા મુલતવી રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.