અમદાવાદ : પોલીસે લોકડાઉનના 19 દિવસ દરમિયાન 2942 ગુના નોંધી 7936 લોકોની અટકાયત કરી છે, ત્યારે હવે પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર સામે પણ સોમવારથી કાર્યવાહી કરશે.
AMC કમિશ્નરના આદેશના પગલે પોલીસ લોકો વિરુદ્ધ કરશે કડક કાર્યવાહી
અમદાવાદ પોલીસ દ્વારા લોકડાઉનનું સતત પાલન કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડ્યે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે કોર્પોરેશનના કમિશ્નરની જાહેરાત બાદ પોલીસ દ્વારા આવતીકાલથી માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આવતીકાલથી માસ્ક પહેરવા મામલે પોલીસ પણ ઉતરશે મેદાને
અમદાવાદ : પોલીસે લોકડાઉનના 19 દિવસ દરમિયાન 2942 ગુના નોંધી 7936 લોકોની અટકાયત કરી છે, ત્યારે હવે પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર સામે પણ સોમવારથી કાર્યવાહી કરશે.