ETV Bharat / state

હાઇકોર્ટના યુવા વકીલને પોલીસે સમન્સ નોટિસ આપતા વકીલોમાં રોષ જોવા મળ્યો - એડવોકેટ બાર એસોસિયેશન

ગુજરાત હાઇકોર્ટના(Gujarat High Court ) ભૂતપૂર્વ ASGના કેસ મામલે (case of the former ASG)વકીલને પોલીસ દ્વારા સમન્સ નોટિસ આપતા વકીલોમાં રોષ જોવા મળ્યો છે.આ સમગ્ર મામલે હવે એડવોકેટ એસોસિએશન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને સર્વાનુમતે પોલીસની કાર્યવાહીને અયોગ્ય ઠેરવી યુવા એડવોકેટ અનિલ કાદરીને સમર્થન આપવામાં આવ્યું છે.

હાઇકોર્ટના યુવા વકીલને પોલીસે સમન્સ નોટિસ આપતા વકીલોમાં રોષ જોવા મળ્યો

author img

By

Published : Jul 1, 2022, 8:08 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના (Gujarat High Court )ભૂતપૂર્વ ASGના કેસ મામલે તેમના(case of the former ASG) વકીલ અનિલ કાદરીને પોલીસ દ્વારા સમન્સ નોટિસ પાઠવવામાં આવતા વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન( Advocates Association)વકીલ અનિલ કાદરીના સમર્થનમાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો- આ સમગ્ર મામલે જે વકીલને પેથાપુર પોલીસ સ્ટેશન દ્વારા નોટિસ અને સમન્સ પાઠવીને(Summons notice by police ) હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું અને પોલીસના આ વર્તણૂકને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે નોટિસ પાઠવવામાં આવી છે એ નોટીસમાં એવું કહેવામાં આવ્યું છે કે , આ વકીલે ગેરકાયદેસર રીતે આરોપીને મદદ કરી છે તેથી તે બાબતે પોલીસ સ્ટેશનમાં હાજર રહી જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેથી આ બાબતે હાઈકોર્ટે આવું વર્તન અયોગ્ય છે તેમ કહીને સરકારને આ બાબતે જવાબ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતુ.

આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022 : શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નહિતર ભોગવવું પડશે !

મહત્વપૂર્ણ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા - આ સમગ્ર મામલે હવે એડવોકેટ એસોસિએશન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને સર્વાનુમતે પોલીસની કાર્યવાહીને અયોગ્ય ઠેરવી યુવા એડવોકેટ અનિલ કાદરીને સમર્થન આપવામાં આવ્યું છે. એસોસિએશન દ્વારા તાત્કાલિક મહત્વપૂર્ણ બેઠક બોલાવી કેટલાક મહત્વપૂર્ણ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે યુવા એડવોકેટની પડખે રહી કોર્ટ કાર્યવાહીમાં સાથે રહેશે.

બિલ લાવવા ઠરાવ પ્રસાર કર્યો - વકીલ સમુદાય દ્વારા જાહેર હિતની અરજીના માધ્યમથી વકીલો સાથે કરવામાં આવતા વર્તન બાબતે પણ નિર્દેશ જાહેર કરવા માટે માગણી કરવામાં આવશે. તો એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા અને આગળ ધપાવવા અને કાયદો પસાર કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટે આ સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને કાઉન્સિલને વિગતવાર રજૂઆત કરી છે. બિલ લાવવા ઠરાવ પ્રસાર કર્યો છે.

પોલીસ દ્વારા એડવોકેટને હેરાન કરવામાં ન આવે - એડવોકેટ એસોસિયેશનની બેઠકમાંએ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે એડવોકેટ જનરલને આ બાબતે રજૂઆત કરવામાં આવશે. જેમાં પોલીસે સત્તાનો દુરુપયોગ કરવાની આડમાં પોલીસ દ્વારા એડવોકેટને હેરાન કરવામાં ન આવે, પરંતુ જો યુવા એડવોકેટ અનિલ અને પોલીસ સ્ટેશનમાં હાજર રાખવાની ફરજ પાડવામાં આવશે તો 300 જેટલા એડવોકેટ પોલીસ સ્ટેશનને જશે એવો નિર્ણય પણ બાર એસોસિયેશનની બેઠકમાં લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓની HCમાં અરજી : MBBSના ઈન્ટર્નશિપના નિયમોના ફેરફારને HCમાં પડકારાયો

કેસની વિગત - આ કેસની વિગતો જોઈએ તો ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ એસ.એસ.જી સામે અમદાવાદના વેપારીએ ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના મુદ્દે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. જેમાં અમદાવાદના પોશ એરિયા વિસ્તારમાં આવેલા એસજી હાઈવે પર સ્કોડા શોરૂમમાં કરોડો રૂપિયાના વિવાદના મુદ્દે ગેરકાયદેસર રીતે વેપારીને ગોંધી રાખવાના માર મારવાના અને ખંડણી માગવાના મુદ્દે વેપારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઇને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ સિનિયર કાઉન્સેલ આઇ.એચ. સૈયદની સમગ્ર મુદ્દે આ કેસ અંગે આરોપી વધી કિસ ફાઇલ કરવામાં આવતા તેમને પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું જેને લઇને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.