પોલીસ તરફે રજૂ કરવામાં આવેલા સોંગદનામાં તમામ આક્ષેપ ફગાવી દીધા હતા. પોલીસે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, જે બે બાળકોએ આશ્રમ છોડયું છે, એ તેમની મરજીથી ગયા હતા. આશ્રમમાં તપાસ દરમિયાન બિભત્સ વીડિયો બતાવ્યા હોવાના આક્ષેપ પણ ફગાવ્યા હતા.
અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, તપાસના નામે સ્થાનિક પોલીસે તેમના બાળકોને આશ્રમમાં ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજદારનો આક્ષેપ છે કે, તપાસના નામે પોલીસ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવી રહી છે.
વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRની તપાસ સ્વતંત્ર અને તટસ્થ તપાસ સંસ્થાને આપવામાં આવે તેવી માંગણી કરી છે. હાલના તપાસ અધિકારી નિત્યાનંદ આશ્રમમાં ભણતા બાળકો સામે કોઈ સખત કાર્યવાહી ન કરે અને અભદ્ર વર્તન ન કરે તે માટે કોર્ટ જરૂરી નિર્દેશ જારી કરે તેવી પણ માગ અરજી કરવામાં આવી છે. પોલીસ તરફથી અશ્લીલ મટિરિયલ્સ બતાવી અને હેરાન ન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.