અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા ટોરેન્ટ પાવરના કર્મચારીઓને સાથે રાખીને ગેરકાયદેસર વીજ જોડાણ અંગે રેડ કરવામાં આવી હતી. કુલ 6 જગ્યાઓ પર રેડ કરીને પોલીસે 7 વ્યક્તિઓની અટકાયત કરીને અલગ અલગ 5 ગુના નોધ્યા છે.
શહેરના વટવા અને નારોલ વિસ્તારમાં સવારથી પોલીસ દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ મામલે રેડ કરવામાં આવી હતી. આ રેડમામાં ઉચ્ચ અધિકારીઓ સહિત SRPની ટીમ સાથે 150 કર્મચારીઓ સાથે રાખવામાં આવ્યા હતાં. વટવા અને નારોલમાં અલગ અલગ જગ્યા પર ટોરેન્ટ પાવરના અધિકારીને સાથે રાખીને પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું.
પોલીસની રેડ દરમિયાન કુલ 363 જેટલા ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા અને 500 કિલો જેટલો વાયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ રેડ પોલીસે 7 ઓપરેટર કે, જેઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેમની પણ અટકાયત કરી હતી.
હાલ વટવામાં 3 અને નારોલમાં 2 ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હજુ આગામી દિવસોમાં આ પ્રકારની રેડ ચાલુ જ રાખવામાં આવશે.