અમદાવાદ શહેરમાં આવેલા સોલા હાઇ-વે સ્થિત આવેલ ગોકુળ ફાર્મ હૉટલમાં પોલીસ વિભાગને મળેલી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન કુલ 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા રેડ કરેલી હૉટલ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નેતા એવા ભવાન ભરવાડની માલિકીની હોવાનું સામે આવ્યું છે. આ હૉટલ અને ભવાન ભરવાડ અગાઉ પણ આ પ્રમાણે વિવાદોના ઘેરાવમાં આવી ચુક્યા છે. તો પોલીસ વિભાગ દ્વારા જુગારીઓ પાસેથી મોટી પ્રમાણમાં મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત મોંઘી ગાડીઓ પણ કબ્જે કરી છે. જો કે આ મામલે હાલ પોલીસ દ્વારા તમામ જુગારીઓને સોલા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
તો આ મામલે ભવાન ભરવાડે જણાવ્યું હતું કે, તેમને જ જાણ જ નથી કે તેમના ત્યાં આ પ્રમાણેનું જુગારધામ ચાલી રહ્યું છે. તેઓ બહાર ગયા હતા. પરત આવ્યા ત્યારે તેમને જાણ થઈ હતી. આ મામલે પોતે પણ પોલીસને પુરતો સહકાર આપી કાયદેસરની કાર્યવાહી કરાવશે. તો આ મામલે તેમના જ હૉટલના સ્ટાફના માણસો પણ જુગારની પ્રવૃતિઓ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.