ETV Bharat / state

ચૂંટણી સમયે હત્યા : રીક્ષા જોઈને ચલાવવાનું કહેતા યુવકનો જીવ લઈ લીધો

અમદાવાદના નિકોલમાં રીક્ષા ચાલકે યુવકની હત્યા કરતા અફરાતફરી (Rickshaw driver killed in Nikol) મચી ગઈ હતી. યુવકે રીક્ષા ચાલકને જોઈને ચલાવવાનું કહેતા રીક્ષા ચાલકે યુવકનો જીવ લઈ લીધો છે. પોલીસને આ ઘટનાની જાણ થતાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Ahmedabad Crime News)

ચૂંટણી સમયે હત્યા : રીક્ષા જોઈને ચલાવવાનું કહેતા યુવકનો જીવ લઈ લીધો
ચૂંટણી સમયે હત્યા : રીક્ષા જોઈને ચલાવવાનું કહેતા યુવકનો જીવ લઈ લીધો
author img

By

Published : Nov 28, 2022, 10:01 AM IST

અમદાવાદ : રાજ્યમાં ક્રાઈમના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. લોકો નજીવી બાબતમાં ઉશ્કેરાય જઈને હત્યાને પણ અંજામ આપી દે છે. ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ફરી એક વાર લોહિયાળ બન્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં (Murder case in Ahmedabad) સામાન્ય બાબતમાં એક યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. જેની જાણ પોલીસને થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પોલીસે (Ahmedabad Police) બે યુવકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (Ahmedabad Crime News)

રીક્ષા જોઈને ચલાવવાનું કહેતા યુવકનો જીવ લઈ લીધો

શું હતો સમગ્ર મામલો નિકોલ વિસ્તારમાં મંગલપાંડે હોલ પાસે રહેતા અજય રાઠોડે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી 26મી નવેમ્બર 2022ના રોજ સાંજના સમયે દાલબાટીની દુકાને ગયા હતા, ત્યારે તેમનો મિત્ર રણજીત ચૌહાણ મળતા (Rickshaw driver killed in Nikol) બંને ચાલતા ચાલતા મંગલપાંડે હોલની બાજુમાં આવેલા પથિક સોસાયટીના નાકે પકોડી ખાવા ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરતા સમયે એક અજાણ્યા રીક્ષા ચાલકે રણજીત ચૌહાણને પાછળથી રીક્ષા અડાડી હતી. જેથી રણજીત ચૌહાણે રીક્ષા જોઈને ચલાવવાનું કહેતા રીક્ષા ચાલક ઉશ્કેરાયો હતો. જેને લઈને રીક્ષા ચાલક અને તેની સાથે બેઠેલા એક યુવકે રણજીત ચૌહાણ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.(murder case in Nikol)

ચપ્પુથી જીવલેણ હુમલો ઝપાઝપી દરમિયાન રીક્ષા ચાલક સાથેના યુવકે રણજીત ચૌહાણને પકડી રાખ્યો, જ્યારે અન્ય યુવકે ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે લોહીલુહાણ હાલતમાં યુવક નીચે પડી જતા બુમાબુમ થતાં આસપાસના લોકો ભેગા થતા બંને યુવકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી આ ઘટના સંદર્ભે નિકોલ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે. આ ઘટનાને પગલે નિકોલ પોલીસે આસપાસના CCTV તેમજ અન્ય વિગતો તપાસી આરોપીને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે. (Ahmedabad Rickshaw drive)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.