અમદાવાદ : શહેરમાં SG હાઈવે પર ગોતા નજીકથી શુક્રવારે મોડી રાત્રે રીક્ષામાં એક યુવકનો (Body of youth found near SG highway Gota) મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. જે મામલે પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલમાં મોકલીને તેની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં જે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, તે પાટણના હારીજનો રહેવાસી તેમજ તેનું નામ હાર્દિક ઠક્કર હોવાનું સામે આવ્યું છે. તેવામાં પાટણનો યુવક અમદાવાદ શા માટે આવ્યો હતો. કેટલા સમયથી આવ્યો હતો અને તેની હત્યા થઈ છે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. (Ahmedabad Crime News)
આ પણ વાંચો : કિશોર ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો : પરીવારે કહ્યું પોલીસે તપાસ ન કરતા મોત થયું
48 કલાકથી તેનો મૃતદેહ રીક્ષામાં મહત્વનું છે કે રિક્ષામાંથી મળી આવેલો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં હોવાનું (rickshaw dead body Youth found) સામે આવ્યું છે. જેમાં મૃતદેહનો એક હાથ બળી ગયેલો હોય તેમજ શરીરના પાછળના ભાગે ઇજાઓના નિશાન હોય તે પ્રકારનું તપાસમાં ખુલ્યું છે. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેની મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવા માટેની તજવીજ પણ હાથ ધરી છે. આ ઘટનામાં મૃતક હાર્દિક ઠક્કર હારીજથી અમદાવાદ અને ગાંધીનગરમાં ક્લાસીસ શરૂ કરવા માટે મિત્રો સાથે આવ્યો હતો. બુધવારથી તેનો ફોન બંધ આવતો હતો, ત્યારે 48 કલાકથી તેનો મૃતદેહ રીક્ષામાં કઈ રીતે આવ્યો અને આ રીક્ષા કોની છે તે હાલ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. (Patan dead body Youth found)
આ પણ વાંચો : સચિન GIDCમાં અજાણ્યા યુવકો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા વળ્યા
અકસ્માતે મૃત્યુ કે હત્યા હાલ તો આ ઘટના સંદર્ભે સોલા હાઇકોર્ટ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કર્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકની અકસ્માતે મૃત્યુ થયું છે કે હત્યા કરવામાં આવી છે તે બાબતે ખુલાસો થશે. જે બાદ સોલા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવશે. આ અંગે સોલા પોલીસ મથકના PI જીગ્નેશ અગ્રાવતે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે. (dead body Youth found rickshaw in Ahmedabad)