ETV Bharat / state

છેલ્લા 3 માસથી પોલીસના સહાયક TRB અને હોમગાર્ડને પગાર જ નથી મળ્યા

અમદાવાદઃ એક તરફ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે 41 થી 43 ડિગ્રીની વચ્ચે ટ્રાફિક પોલીસના સહાયક તરીકે નિર્ણાયક ભૂમિકા ભજવતા TRB અને હોમગાર્ડસને છેલ્લા 3 માસથી પગાર મળ્યો નથી. ભારતના અન્ય રાજ્યોમાં હોમગાર્ડનો રોજનો પગાર 600થી 700 રૂપિયા છે. જ્યારે ગુજરાતમાં હોમગાર્ડસને માત્ર 308 રુપિયા જ મળે છે.

ahd
author img

By

Published : May 14, 2019, 6:34 PM IST

Updated : May 14, 2019, 7:47 PM IST

ધોમધખતા તાપમાનમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ખડે પગે ફરજ બજાવતા TRB અને હોમગાર્ડસને છેલ્લા 3 માસથી પગાર મળ્યો નથી. તેઓ 2થી 4 મહિનાનો પગાર બાકી હોવા છતાં રાત દિવસ જોયા વગર પોતાની ફરજ નિભાવે છે. ત્યારે તેમની ઘરની જવાબદારી કઈ રીતે નિભાવવી એ પણ એક પ્રશ્ન છે. તો હવેે જોવું રહ્યું કે, ક્યારે મળશે તેેેમને પગાર?

છેલ્લા 3 માસથી પોલીસના સહાયક TRB અને હોમગાર્ડને પગાર જ નથી મળ્યા

ધોમધખતા તાપમાનમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ખડે પગે ફરજ બજાવતા TRB અને હોમગાર્ડસને છેલ્લા 3 માસથી પગાર મળ્યો નથી. તેઓ 2થી 4 મહિનાનો પગાર બાકી હોવા છતાં રાત દિવસ જોયા વગર પોતાની ફરજ નિભાવે છે. ત્યારે તેમની ઘરની જવાબદારી કઈ રીતે નિભાવવી એ પણ એક પ્રશ્ન છે. તો હવેે જોવું રહ્યું કે, ક્યારે મળશે તેેેમને પગાર?

છેલ્લા 3 માસથી પોલીસના સહાયક TRB અને હોમગાર્ડને પગાર જ નથી મળ્યા
Intro:ગુજરાતની ગરમી દિવસેને દિવસે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ૪૧ થી ૪૩ ડિગ્રીની ગરમી વચ્ચે પ્રજાજનો હેરાન થઇ રહ્યા છે. ત્યારે આજરોજ ટ્રાફિક પોલીસના સહાયક તરીકે નિર્ણાયક ભૂમિકા ભજવતા ટી આર બી અને હોમગાર્ડ ના છેલ્લા ત્રણ માસથી પગારો આવ્યા નથી.

Body:આટલા ધોમધખતા તડકામાં ટ્રાફિક નિયમન પાલન કરાવવા માટે ખડે પગે ઊભા રહેતા ટીઆરબી અને હોમગાર્ડના જવાનોને તેમનો વેતન સમયસર મળતું નથી. ભારતના અન્ય રાજ્યોમાં હોમગાર્ડ નો પગાર ૬૦૦ થી ૭૦૦ રૂપિયા રોજના છે જ્યારે ગુજરાતમાં માત્ર 308 રૂપિયા પગાર મળે છે. અને તે પણ ત્રણથી ચાર માસના પગાર બાકી હોય ત્યારે માત્ર દેશની સેવા સાથે ઘરનું ગુજરાત કઈ રીતે ચલાવવું તે મોટો પ્રશ્ન છે.

Conclusion:હાલમાં પણ ટી આર બી અને હોમગાર્ડના જવાનોના પગાર બે થી ચાર માસના લેણા બાકી નીકળતા હોવા છતાં પણ તેઓ દિવસ-રાત જોયા વગર તડકો ઠંડી કે વરસાદ ને જોયા વગર ખડે પગે પોતાની ફરજ અદા કરે છે.ત્યારે તેમને ઘરની જવાબદારી કઈ રીતે નિભાવી તે પણ એક બીજો પ્રશ્ન છે.
Last Updated : May 14, 2019, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.