શહેરના હાથીજણ પાસે આવેલાં નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગૂમ થવાને મામલે SITએ તપાસ કરાઈ હતી. જેમાં બે બાળકને આશ્રમમાં ગોંધી રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનું બહાર આવ્યું હતું.
આ મામલે પોલીસે આશ્રમની મુખ્ય સંચાલિકા પ્રાણપ્રિયા અને સહસંચાલિકા પ્રિયાતત્વની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે પ્રાણપ્રિયાના રૂમમાંથી મળેલું ડિઝિટલ લોકર કબજે કર્યુ હતું. જેના પાસવર્ડ અંગે પૂછતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ પોલીસે લોકર તોડી નાખ્યું હતું. જેમાંથી રૂપિયા 1,169ના દાગીના અને 6 મોબાઈલ મળી આવ્યાં હતા. આ તમામ વસ્તુઓને પોલીસે FSL તપાસ માટે મોકલી આપી છે અને આગળની તપાસ હાથ ધરી છે.