સરસપુર વિસ્તારમાં આવેલઆ ઇટવાળા સર્કલ પાસે કેન્દ્રવાડી આવેલી છે, જ્યાં ચંદ્રકાન્ત ઈશ્વર પરમાર નામના 42 વર્ષીય વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ સિક્યુરિટીમાં નોકરી કરે છે, ત્યારે બિમાર હોવાથી સોમવારે દવા લઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાનમાં દિક્ષીત ઉર્ફે લડડું શ્રીમાળી નામનો ઈસમ પોતાની પાસે અકે હથિયાર લઈને આવ્યો હતો અને અદાવત રાખીને ચંદ્રકાન્ત પરમાર પર હુમલો કર્યો હતો. જેમાં ચંદ્રકાન્ત ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અમદાવાદ: હત્યાના આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ
અમદાવાદ: શહેરના સરસપુર વિસ્તારમાં સોમવારે 42 વર્ષીય વ્યક્તિની અદાવત રાખીને એક શખ્સે હત્યા કરી હતી. આ હત્યા બાદ ગુનેગાર ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસના નરમ વલણને લઈને લોકોએ પોલીસ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો અને ઉગ્ર રીતે પોલીસનો વિરોધ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચી લોકો સાથે વાતચીત કરીને આરોપીને પકડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે.
સરસપુર વિસ્તારમાં આવેલઆ ઇટવાળા સર્કલ પાસે કેન્દ્રવાડી આવેલી છે, જ્યાં ચંદ્રકાન્ત ઈશ્વર પરમાર નામના 42 વર્ષીય વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ સિક્યુરિટીમાં નોકરી કરે છે, ત્યારે બિમાર હોવાથી સોમવારે દવા લઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાનમાં દિક્ષીત ઉર્ફે લડડું શ્રીમાળી નામનો ઈસમ પોતાની પાસે અકે હથિયાર લઈને આવ્યો હતો અને અદાવત રાખીને ચંદ્રકાન્ત પરમાર પર હુમલો કર્યો હતો. જેમાં ચંદ્રકાન્ત ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
Body:ઘટનાની વિગતવાર વાત કરીએ તો સરસપુર વિસ્તારમાં આવેલ ઇટવાળા સર્ક પાસે કેન્દ્રવાડી ચાલી આવેલી જ્યાંથી ચંદ્રકાન્ત ઈશ્વરભાઈ પરમાર નામના 42 વર્ષીય વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે તેઓ સિક્યુરિટીમાં નોકરી કરે છે ત્યારે બીમાર હોવાથી ગઈ કાલે દવા લઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાનમાં દીક્ષિત ઉર્ફે લડડું શ્રીમાળી નામનો ઈસમ પોતાની પાસે અકે હથિયાર લઈને આવ્યો હતો અને અદાવત રાખીને ચંદ્રકાન્ત પરમાર પર હુમલો કર્યો હતો જેમાં ચંદ્રકાન્ત ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું..
હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો તો બીજી તરફ પોલીસ દ્વારા આ મામલે નરમ વલણ રાખતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોએ ન્યાય અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી હતી.લોકોએ રોષે ભરાઈને કાલુપુર બ્રિજ તરફ જતો રસ્તો બંધ કરી દીધો હતો અને પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કરી દીધો હતો ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યોગ્ય કાર્યવાહીની બાંહેધરી આપતા મામલો શાંત થયો હતો...
આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને હત્યાના ગણતરીના કલાકોમાં જ આરોપીની ઓઢવ ખાતેથી ધરપકડ કરી હતી.આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી લડડું ઉર્ફે દીક્ષિત અગાઉ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલો હતો.આરોપી વિરુદ્ધ સ્થાનિકોએ અરજી પણ કરી હતી જેની અદાવત રાખીને આરોપીએ ચંદ્રકાંતની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે..
બાઈટ- વી.ડી.વાળા(પી.આઈ.- શહેરકોટડા પોલીસ સ્ટેશન)Conclusion: