ETV Bharat / state

રોડ પર લાગેલા CCTVના જંકશન બોક્સમાંથી સામાન ચોરી કરનારની ધરપકડ - Ahmadabad crime branch

અમદાવાદમાં તસ્કરોની ટોળકીએ AMCએ લગાવેલા CCTV કેમેરાના જંક્શન બોક્સમાંથી કેટલોક સામાન ચોરી કર્યો છે. આરોપી કોરોનાકાળમાં બેકાર બનતા આ ચોરી કરવાનું સામે આવ્યું છે.

CCTVના જંકશન બોક્સમાંથી સામાન ચોરી કરનારની ધરપકડ

author img

By

Published : May 16, 2021, 11:36 AM IST

  • AMCએ લગાવેલા CCTV કેમેરાના જંક્શન બોક્સમાંથી કેટલોક સામાન ચોરી કરતી
  • એક માસમાં રોડ પર લાગેલા CCTVના જંકશન બોક્સનો સામાન ચોર્યો
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : શહેરમાં કોઈ દુકાન કે ઘરમાં ચોરી થતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ હવે તસ્કરોની આ ટોળકી AMCએ લગાવેલા CCTV કેમેરાના જંક્શન બોક્સમાંથી પણ કેટલોક સામાન ચોરી કરી જતા AMC અને પોલીસ તંત્ર દોડતું થયું અને એક આરોપીની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલની ચોરી કરતા 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા

ક્રાઇમ બ્રાન્ચે સેટેલાઇટમાં રહેતા હાર્દિક ત્રિવેદીની ધરપકડ કરી
ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સેટેલાઇટમાં રહેતા હાર્દિક ત્રિવેદીની ધરપકડ કરી હતી. આરોપીએ રોડ પર લાગેલા CCTVના જંકશન બોક્સનો સામાન એક જ માસમાં ચોરી કર્યો. આરોપી અલગ-અલગ વિસ્તારમાંથી વાહનો ચોરી કરી જંકશન બોક્સનો સામાન ચોરી કરતો હતો.

આ પણ વાંચો : ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસમાં ગોવા રબારીના સાગરીતની ધરપકડ કરી

આરોપી કોરોનાકાળમાં બેકાર બન્યો હોવાથી આ પ્રકારની ચોરી કરતો

આરોપી અંગ્રેજી મીડિયમમાં ભણ્યો હતો અને સેલ્સ એકસિક્યુટિવ તરીકે કાર શો રૂમમાં નોકરી કરતો હોત. પરંતુ બેકાર બનતા તેણે આ 12 જગ્યા પર જંકશન બોક્સના સામાનની ચોરી કરી હતી. આરોપી કોરોનાકાળમાં બેકાર હોવાથી આ પ્રકારની ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓ સામેલ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.