ETV Bharat / state

એક સાથે બે તહેવારને લઈને પોલીસનો એક્શન પ્લાન, ઇદ અને પરશુરામ જયંતિ પર રખાશે તકેદારી - Police Action Plan

ઇદ અને પરશુરામ જયંતીનો(Parashuram Jayanti 2022 ) તહેવાર સાથે હોવાથી પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી છે.આ તહેવારોમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે 5,000થી પણ વધુ પોલીસ આવતીકાલે ખડે પગે રહેશે. તેમજ કોઈપણ પ્રકારની અશાંતિ અસામાજિક તત્વો(Ahmedabad City Police )દ્વારા ડોળવામાં આવશે તો ગુનેગારો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવશે.

Police Action Plan: અમદાવાદમાં ઇદ અને પરશુરામ જયંતિના તહેવારમાં કોઈ કાંકરીચાળો ન કરે તે માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર

author img

By

Published : May 2, 2022, 5:21 PM IST

અમદાવાદ: ઈદ અને પરશુરામ જયંતીનો(Parashuram Jayanti 2022 ) તહેવાર સાથે હોવાથી પોલીસે સુરક્ષા વ્યવસ્થા( Police Action Plan)સઘન કરી છે. તહેવારોને લઈને પોલીસે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે આ તહેવારોમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે 5,000થી પણ વધુ પોલીસ આવતીકાલે ખડે પગે રહેશે. આવતીકાલે ઈદ અને પરશુરામ જયંતિ નિમિત્તે પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ચેકિંગ (Ahmedabad City Police )કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પોલીસ ડ્રોન મારફતે અને ફૂટ પેટ્રોલિંગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે ત્યારે કોઈપણ પ્રકારની શાંતિ અસામાજિક તત્વો દ્વારા ડોળવામાં આવશે તો ગુનેગારો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવશે.

પોલીસનો એક્શન પ્લાન

આ પણ વાંચોઃ સોખડા તીર્થધામ બની રહ્યું છે કુરુક્ષેત્ર..! 6 સાધુ-સંતોના નિવેદનો બાદ પોલીસે ખંજવાળ્યું માથુ

ડ્રોન મારફતે ધ્યાન રાખવામાં આવશે - અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શહેરમાં તહેવારને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સઘન ચેકિંગ પણ ચાલી રહ્યું છે. ત્યારે જે ગુનેગારો હશે તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવશે સાથે જ બધા શાંતિ જાળવે તેના માટે સમાજના આગેવાનોને પણ વિનંતી કરવામાં આવી છે. ત્યારે તહેવારના બંદોબસ્તમાં 10 DCP, 18 જેટલા ACP, 1 JCP, 60 PI , 5000 પોલીસકર્મી તહેનાત રહેશે. આ સાથે SRPની ટુકડી પણ અલગ અલગ જગ્યાએ તૈનાત રાખવામાં આવશે. તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન મારફતે ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતમાં AAP-પોલીસ વચ્ચે ઘર્ષણ, મનપાના માર્શલે આ રીતે મચાવ્યો આતંક....

અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રયત્નો - આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અવાર નવાર અફવાઓ ફેલાતી હોય છે તે માટે સોશયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવશે. સ્થાનિક આગેવાનો સાથે પણ પોલીસે મિટિંગ કરી છે. અને તેઓને પણ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે આ ઉપરાંત કોઈપણ પ્રકારનો અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.