ETV Bharat / state

PM Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ, જાણો કેવી રીતે અને કોને મળશે લાભ ?

વિશ્વકર્મા જયંતી નિમિતે આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં 18 જેટલા અલગ અલગ પ્રકારના લોકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે. જેમાં 3 લાખ સુધી લોન જામીનગીરી વિના આપવામાં આવશે. આ ઉપરાંત નાના કારીગરોના કૌશલ્ય પ્રમાણિત કરી બેઝિક અને એડવાન્સ તાલીમ આપવામાં આવશે.

PM Vishwakarma Yojana
PM Vishwakarma Yojana
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 3:34 PM IST

18 જેટલા અલગ અલગ પ્રકારના લોકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને વિશ્વકર્મા જયંતિ નિમિતે કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મુકવામાં આવી છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના 8 પ્રકારના કારીગરોને આવરી લઇ તેને તાલીમબદ્ધ કરી 3 લાખ સુધીની લોન આપવામાં આવશે. જેના થકી નાના કારીગરોને નાણાકીય સહાય દ્વારા અર્થવ્યવસ્થામાં સાથે જોડવામાં આવશે.

  • માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'પીએમ વિશ્વકર્મા યોજના'ના શુભારંભ કાર્યક્રમ પ્રસંગે અમદાવાદ ખાતે ઉપસ્થિતિ. https://t.co/VMWeSe9yMU

    — Bhupendra Patel (@Bhupendrapbjp) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિશ્વકર્મા યોજનાનો લાભ કોને કોને મળશે ? પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં 18 પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુથાર, બોટ-નાવડી બનાવનાર, સરાણિયા, લુહાર, હથોડી અને ટૂલકિટ નિર્માતા, તાળાના કારીગર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, વાળંદ, ટોપલીટોપલા કે સાવરણીના કારીગર, દરજી, ધોબી, માળી, માછલી પકડવાની જાળી બનાવનારા, પરંપરાગત રમકડાના કારીગર ઉપરાંત સુવર્ણકામ કરનારા કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યોજનામાં કેવી રીતે નોંધણી થશે ? આધાર અધિકૃત વેબ પોર્ટલ ઉપર લાભાર્થીઓની નોંધણી કરવામાં આવશે. આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટરમાં પણ આધાર કાર્ડ, રાશનકાર્ડના પુરાવા સાથે નોંધણી કરાવી શકાશે. દેશમાં કુટુંબ દીઠ એક વ્યક્તિને તેનો લાભ મળશે. લાભાર્થીની લઘુત્તમ ઉંમર 18 વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ. છેલ્લા 5 વર્ષ દરમિયાન સ્વરોજગાર, વ્યવસાયિક વિકાસ માટે ધિરાણ છે. પીએમઇજીપી કે પીએમ સ્વનિધિ જેવી યોજનાનો લાભ ન લીધો હોવો જોઇએ. મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તેને લાભ મળશે. સરકારી નોકરી કરતી વ્યક્તિના પરિવારને લાભ મળી શકશે નહીં.

યોજના હેઠળ સહાય: ગ્રામીણ વિસ્તારોના કારીગરો માટે તેમના ધંધાના વ્યાપ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થનારી આ યોજના હેઠળ નોંધણી થયા બાદ પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ આપવામાં આવશે. કૌશલ્ય ચકાસણી પછી 15 હજારની ટૂલકિટનો લાભ આપવામાં આવશે. બેઝીક અને એડવાન્સ તાલીમ દરમિયાન 500 રૂપિયાનુંનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તાલીમ બાદ 1 લાખની કોઇ પણ જામીનગીરી વિનાની લોન આપવામાં આવશે. તે લોન સમયસર ચૂકવવામાં આવે તો વધુ 2 લાખની લોનની સવલત કરી આપવામાં આવશે.

નાના ઉદ્યોગકરોને રાહત
નાના ઉદ્યોગકરોને રાહત

નાના ઉદ્યોગકરોને રાહત: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું કે 'વડાપ્રધાનના જન્મદિવસની સાથે વિશ્વકર્મા જેવા પવિત્ર તહેવારનો અનેરો સંગમ થયો છે. આજે કેન્દ્ર સરકાર દ્વારા PM વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. લુહાર,સુથાર કડિયા સહિત 18 જેટલા અલગ અલગ પ્રકારના કારીગરોને વિશ્વકર્મા યોજનાનો લાભ મળવાનો છે. નાના ઉદ્યોગકરો માટે અલગ યોજના પણ અમલમાં મૂકી હતી. વડાપ્રધાને ગરીબી શુ છે તે જોયું અને અનુભવ્યું છે. જેના કારણે શ્રમિકો અને ફેરિયા તેમજ રોજનું રોજ કમાઈ ખાતા લોકોને જામીન વગર લોન આપી છે.

  • Live: સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નીરના વધામણા https://t.co/8Vrlf27tsZ

સરદાર સરોવર ડેમ થકી ગુજરાત થયું નવપલ્લવિત: PM મુદ્રા યોજનામાં દેશમાં 40 કરોડ લોકોને લોન મળી છે. PM સ્વનિધિ યોજના હેઠળ 3 લાખ જેટલા ફેરિયાના 300 કરોડની લોન આપવામાં આવી છે. ડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજના થકી 13 કરોડથી વધુ લોકો ગરીબમાંથી બહાર આવ્યા છે. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે આજે સરદાર સરોવર વિક્રમ જળ સપાટી ફૂલ જોવા મળી રહી છે. નર્મદા નદી થકી આજે ગુજરાતના છેવાડાના ગામને પાણી મળ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સુકાન સંભાળ્યાના માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી, તેના પરિણામે આજે ડેમનો પૂર્ણ ક્ષમતાએ ઉપયોગ થઈ રહ્યો છે અને નર્મદા મૈયાના જળ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોને નવપલ્લવિત કરી રહ્યા છે.

  1. PM Modi's First Election: વડાપ્રધાન મોદી પોતાની જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા
  2. PM Modi's 73rd birth day: PM મોદીના 73માં જન્મદિવસ પર કાશીમાં માતા ગંગાનો અભિષેક, દીર્ઘાયુની કામના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.