ETV Bharat / state

India Australia Test Match: મોદી સ્ટેડિયમમાં માર્ચમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ, બંને દેશના PM જોશે લાઈવ મેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9થી 13 માર્ચ દરમિયાન ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. ત્યારે બંને દેશના વડાપ્રધાન આ મેચ જોવા સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે તેવો ઑસ્ટ્રેલિયા મીડિયાએ દાવો કર્યો છે. ત્યારે જોઈએ આ અંગેની અન્ય વિગતો.

India Australia Test Match: મોદી સ્ટેડિયમમાં માIndia Australia Test Match: મોદી સ્ટેડિયમમાં માર્ચમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ, બંને દેશના PM જોશે લાઈવ મેચર્ચમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ, બંને દેશના PM જોશે લાઈવ મેચ
India Australia Test Match: મોદી સ્ટેડિયમમાં માર્ચમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ, બંને દેશના PM જોશે લાઈવ મેચ
author img

By

Published : Feb 9, 2023, 8:29 PM IST

અમદાવાદઃ ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીસ માર્ચ મહિનામાં અમદાવાદના મહેમાન બનશે. તેઓ અહીં જી20 સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે. જોકે, તેમની આ મુલાકાત દરમિયાન 9થી 13 માર્ચ સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. ત્યારે તેઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકસાથે આ મેચ નીહાળશે તેવું ઑસ્ટ્રેલિયા મીડિયાએ દાવો કર્યો છે.

આ પણ વાંચો G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા

9થી 13 માર્ચ ભારત-ઓસી.ની ટેસ્ટ મેચઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે નવમી ફેબ્રુઆરીથી ટેસ્ટ મેચ સિરીઝ શરૂ થઈ રહી છે. તેમાં ચાર પૈકી સિરીઝની પહેલી મેચ ગુરૂવારે નાગપુરમાં રમાશે. જ્યારે આ જ સિરીઝની છેલ્લી મેચ 9થી 13 માર્ચ દરમિયાન અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે ઑસ્ટ્રેલિયા મીડિયાએ દાવો કર્યો છે કે, ભારત અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન આ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહેશે. સાથે જ તે પ્રકારનો કાર્યક્રમ પણ તૈયાર થઈ રહ્યો છે.

  • It is a historic day as the Australia-India Economic Cooperation and Trade Agreement (ECTA) enters into force 🇦🇺🇮🇳@Aisecsinc congratulate both the governments for bringing ECTA agreement into force.
    This will deliver new opportunities to Australian businesses. pic.twitter.com/94xvjhjI43

    — Gurnam Singh (@Gurnamcricket) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો G20 Summit in Kutch : G20ના આયોજનમાં ફરી કચ્છી કલા ખીલી, રોગાન કલાના રંગોમાં લોગોનું નિર્માણ

ઑસી. વડાપ્રધાન મોદીને આપશે આમંત્રણઃ મહત્વનું છે કે, જી20 સમિટમાં ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીસ ઉપસ્થિત રહેશે. તે વખતે બંને દેશના વડાપ્રધાન ટેસ્ટના પહેલા દિવસે બંને દેશના ક્રિકેટર્સ સાથે મુલાકાત પણ કરશે. આ મુલાકાત દરમિયાન ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઑસ્ટ્રેલિયા આવવા માટેનું આમંત્રણ પાઠવશે. અહીંથી બંને મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાતે જશે. જો ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી તેઓ બીજા રાષ્ટ્રપ્રમુખ હશે, જેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લેશે.

ભારત કરી રહ્યું જી20ની અધ્યક્ષતાઃ આપને જણાવી દઈએ કે, ભારત એક વર્ષ સુધી જી20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારે દેશભરમાં જી20 સમિટ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. તેના કારણે વિદેશના અનેક મહાનુભાવો અને ડેલિગેટ્સ ભારતના મહેમાન બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.