મોઢેરાઃ મોઢેરામાં મોદીએ કરેલું સંબોધન શબ્દસઃ આજે મોઢેરા (Narendra Modi Modhera Visit) અને સમગ્ર ઉત્તર ભારત માટે વિકાસની નવી ઊર્જાનો સંચાર થયો છે. વીજળી પાણીથી લઈને રોડ રેલવે સુધી ડેરીથી લઈને કૌશલ વિકાસ અને આરોગ્ય સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટનું આજે લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. હજારો કરોડોથી વધારે કિંમતના પ્રોજેક્ટ છે. ખેડૂતો અને પશુપાલકની આવક વધારવા મદદ કરશે. સમગ્ર વિસ્તારમાં હેરિટેજ ટુરિઝમને વેગ આપશે. આ માટે સૌને બધાય શુભેચ્છા...
મેહાણા વાળાને રામ રામઃ મિત્રો આજે જ્યારે અમે ભગવાન સૂર્યના ધામ મોઢેરામાં (sun temple Modhera) છીએ ત્યારે આ સુખદ સંયોગ છે. આજે શરદપૂર્ણિમાં છે. વાલ્મિકી જયંતિ પણ છે. તેમણે ભગવાન રામના સમરસ જીવનના દર્શન કરાવ્યા. સમાનતાના સંદેશ આપ્યા છે. તમને બધાને સમગ્ર દેશને શરદપૂર્ણીિમાં અને વાલ્મિકી જયંતિની શુભેચ્છા. છેલ્લા કેટલાક દિવસથી તમે જુઓ છો કે, ટીવી અને છાપામાં સૂર્યગ્રામને લઈને મોઢેરાની ચર્ચા આખા દેશમાં થાય છે. કોઈ કહે છે કે, આ સપનું આંખ સામે સાકાર થઈ શકે છે. આજે સપનું સિદ્ધ થયું છે, કોઈ કહે છે કે જૂની આસ્થા અને આધુનિક ટેકનોલોજી નવો સંગમ લઈને આવી છે. કોઈ આને ભવિષ્યના સ્માર્ટ ગુજરાતની (Smart State Gujarat) ઝલક કહે છે. આજે સમગ્ર ગુજરાત માટે ગૌરવનો દિવસ છે.
સોલાર ગ્રાઉન્ડઃ પહેલા મોઢેરાને દુનિયા સૂર્ય મંદિરને કારણે જાણતી હતી. હવે મોઢેરા સૂર્યગ્રાઉન્ડ બની શકે છે. એવું દુનિયામાં ઓળખાશે. પર્યાવરણવાદી માટે મોઢેરા દુનિયામાં સ્થાન બનાવશે. મિત્રો...ગુજરાતની આ તો સમજ છે. જે મોઢેરામાં દેખાય છે તે ગુજરાતના દરેક ખૂણામાં છે. કોણ ભૂલી શકે સૂર્ય મંદિરને પાળવા માટે, તોડવા માટે હુમલા ખોરોએ શું કર્યું ન હતુ. મોઢેરા પર અનેક અત્યાચાર થયેલા છે. આજે આધુનિકતા માટે દુનિયા માટે મિસાલ બની રહ્યું છે.
મોઢેરા પહેલા ક્રમેઃ ભવિષ્યમાં જ્યારે પણ સોલાર પાવરને લઈને વાત થશે ત્યારે, જ્યારે પણ દુનિયામાં સૌર ઊર્જાની વાત થશે એટલે મોઢેરા પહેલું નામ દેખાશે. કારણ કે, અહીંયા બધુ જ સૌર ઊર્જા અને સોલાર પાવરથી ચાલે છે. ઘરની લાઈટ હોય કે ખેતિવાડી. ગાડી અને બસ પણ સોલાર પાવરથી ચાલતી હશે. 21 સદીના આત્મનિર્ભર ભારત માટે ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા આવા પ્રયાસ વધારવના છે. ગુજરાત અને દેશને આવનારી પેઢી માટે સંતાનોને સુરક્ષા મળે એ માટે દિવસ અને રાત મહેનત કરી સતત પ્રયાસ કરી રહ્યો છું. એ દિવસ દૂર નહીં હોય મહેસાણાના લોકો કહેતા હશે કે, વીજળી મફત નહીં વીજળીના ઉપરાંત પૈસા મળે.
વીજળીના માલિક બનશેઃ વીજળીના કારખાનાનો માલિક પણ ઘરવાળો અને ખેતરવાળો. અને વાપરનારો ગ્રાહક પણ એજ. જરૂર પડતી વીજળી વાપરો, બીજાને પણ આપો. આનાથી વીજળીના બિલથી છૂટકારો મળશે. આનાથી વીજળી વેચીને કમાઈશું. બે હાથમાં લાડું છે કે નહીં વગર બોજે પણ લોકોનું ભલું કરી શકાય. આપણે મહેનત કરવા જ સર્જાયા છીએ. તમે જે મારૂ ઘડતર કર્યું છે. અત્યાર સુધી સરકાર વીજળી પેદા કરતી અને સરકાર ગ્રાહકને આપતી. મને આગળનો રસ્તો દેખાઈ રહ્યો છે. આ માટે જ કેન્દ્ર સરકાર આ પ્રયાસ કરી રહી છે લોકો હવે પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવશે. ખેડૂતો વીજળી પેદા કરશે. સૌર પંપ લગાવશે.
આવી સ્થિતિ હતીઃ હવે તમે કહો. હોર્સ પાવર માટે પહેલા આંદલોન કરવા પડતા. સોલાર પેનાલ ખેતરના છેડે લગાવી હોય તો પંપ પણ ચાલે, ખેતરને પાણી પણ મળે અને વધારાની વીજળી સરકાર ખરીદી. આખું ચક્ર બદલ્યું કે નહીં. આ માટે સરકાર આર્થિક મદદ આપી રહી છે. સોલાર પંપ આપી રહી છે. દેશભરમાં ખેડૂતનોની જરૂરિયાત અનુસાર સોલાર પંપ બનાવીને કામ કરીએ છે. જેનો ઉપયોગ ખેતરમાં થાય છે. મને યુવાનો ઘણા દેખાય છે. 20 22 વર્ષના યુવાનો ખબર નહીં.. મહેસાણામાં વીજળીના વલખા પડતા, વીજળી આવે કે નહીં એના સમાચાર આવતા.
પાણી માટેની સ્થિતિઃ પાણી માટે 2થી 4 કિમી માટલા લઈને જવુ પડતું. આ દિવસો ઉત્તર ગુજરાતની પ્રજાએ જોયા છે. આજે જે યુવાનો છે એને આ મુશ્કેલીની ખબર નહીં ગહોય સ્કૂલ કૉલેજના યુવાનોને સાંભળીને આશ્ચર્ય હશે. આપણે કેવી દશામાં જીવતા હતા એ વાત વડીલો પાસેથી સાંભળજો. અનેક પ્રકારની સમસ્યામાંથી નીકળતા.ભણવાનું અનેકગણું મુશ્કેલ હતું. ટીવી અને પંખાના જમાના ન હતા. સિંચાઈ હોય કે દવા બધામાં મુશ્કેલીનો અંબાર હતો.
ગણિત વિજ્ઞાનમાં એક્કાઃ એનો સૌથી મોટો પ્રભાવ દીકરીના શિક્ષણ પર પડતો હતો. મહેસાણાના લોકો ગણિત અને વિજ્ઞાનમાં એક્કા જેવા. આખા કચ્છમાં મહેસાણા જિલ્લા શિક્ષકો દેખાય. કારણ કે, આપણી પાસે સંજોગ એવા હતા. વીજળી અને પાણીમાં અભાવમાં જીવવાનું એના કારણે તજેઆઊભઊચાઈ જવાનો અવસર મળ્યો એ મળ્યો ન હતો. હવે આજના યુવાનોને કહેવા માંગું છું કે, તમારા દમ જોઈએ આકાશ જેવા અવસર પડ્યા છે.
કાયદો વ્યવસ્થા પરઃ એક સમયે અમદાવાદમાં જવું હોય તો ફોન કરીને પૂછવું પડતું કે, અમદાવાદમાં શાંતિ છે તો અમે આવીએ. દશા એવી હતી કે, છોકરુ જન્મીને બોલતું થાય તો કાકા મામા નામ ન આવડે પણ પોલીસ કોન્સટેબલના નામ આવડતા હોય આજે કર્ફ્યૂ શબ્દ નથી. વિકાસના વિરોધનું વાતાવરણ હતુ. પણ બે દાયકામાં જે વિશ્વાસ મૂક્યો એ એટલે ગુજરાત પ્રમુખ દેશોમાં જયાજય કાર કરી રહ્યું છે. આ માટે હું ગુજરાતીના ખંતનો આદર કરૂ છું. માથું નમાવીને.
ઈતિહાસ બનાવ્યોઃ સરકાર અને પ્રજાએ નવો ઈતિહાસ બનાવ્યો છે. આ બધુ આપના વિશ્વાસને કારણે શક્ય બન્યું. તમે ક્યારેય મારા મારા રાજકીય જીવન જોયું નથી. માત્ર આશીર્વાદ આપ્યા છે. મારા કામને જોયુ અને કામને મહોર મારી છે એટલે આ બન્યું છે. મારા સાથીઓને આશીર્વાદ આપ્યા છે. તમારા આશીર્વાદથી કામ કરવાની તાકાત વધે. પરિવર્તન માટે દૂરદષ્ટિ જોઈએ. પંચશક્તિના આધારે પાંચ પિલ્લર ઊભા કર્યા હતા.
પૂરી તાકાતથી કામઃ બીજા રાજ્યના મુખ્યપ્રધાન સાથે વાત કરૂ ત્યારે મોટું બજેટ પાણી માટે વાપર્યું છે. બીજા રાજ્યને આ વાત સમજાતી ન હતી. એટલા માટે આપણે જ્યારે પંચામૃત યોજના લઈ નીકળ્યા હતા. એમાં સૌથી વધુ ફોક્સ ગુજરાત પર કર્યું હતું. બીજી જરૂર હતી મને આવનારી પેઢીની ચિંતા હતા. એ માટે શિક્ષણ અને મેડિકલ માટે તાકાત લગાવી. ગુજરાતી ભલે વેપારી તરીકે માલ લઈને આપે. પણ ખેતિમાં ખેતિ આગળ વધે તો ગામડું સમૃદ્ધ થાય. જો ગામડું સમૃદ્ધ થાય તો ગુજરાત પાછું ન પડે. એટલા માટે ખેતિ તરફ ધ્યાન આપ્યું. આ માટે ઉત્તમ પ્રકારના રોડ રસ્તા રેલવે અને એરપોર્ટ જોઈએ. એટલે પછી ઉદ્યોગ આવે પ્રવાસન આવે.
ટુરિઝમ બનશેઃ ભવિષ્યમાં મોઢેરા ટુરિઝમ સેન્ટર બનશે. આ માટે ગામ નક્કી કરે તો પ્રવાસીઓના ઢગલા આવશે. 24 કલાક વીજળી આપવાની વાત ઊંઝામાં વીજળી 24 કલાક આપવાની વાત કરી હતી. દરેક ગુજરાતી આનો સાક્ષી છે. 24 કલાક વીજળી માટે એવું અભિયાન ઉપાડ્યું કે, કામ કરી બતાવ્યું છે. 18000 ગામમાં કેન્દ્રમાં જઈને વીજળી પહોંચાડી છે. આ ગુજરાતના દીકરાએ 18000 ગામના વીજળી વાળા કર્યા છે.
પ્રયાસની કિંમત સમજાઈઃ 2007માં પાણીના એક પ્રોજેક્ટ માટે હું અહીં આવ્યો હતો. એ સમયે કહ્યું હતું કે, જે લોકો ગુજરાતમાં પાણીના પ્રયાસોની કિંમત નથી માનતા એને 15 વર્ષ પછી ખબર પડી કે, 15 સુધી જે તપ કર્યું એના કારણે માતા બહેનોના ચહેરા ચમક્યા છે. સુજલામ શુભલામ યોજના માટે લોકોએ મને જે જમીન જોઈતી હતી એ આપી. પછી આ કેનાલ બની. જે પાણી દરિયામાં ઠલવાતું એ ખેડૂતોના ખેતરમાં આવ્યું. પાણીની યોજનાને લોકર્પણ કરવાનો મોકો મળ્યો. પાણી આવે તો લોકોના આરોગ્ય પણ થાય. પશુપાલન અને ખેડૂતોને લાભ થાય.
રેકોર્ડ બનાવી દીધોઃ પશુપાલન તો મહેસાણા જિલ્લાની ઓળખ. 1960 પછી ડેરીમાં રેકોર્ડ નફો કર્યો છે. ઉત્તર ગુજરાતના પશુપાલકોને અભિનંદન. તમે એવી ડેરી એવા લોકોના હાથમાં સોંપી કે, જે ચવાઈ જતું એ બંધ કર્યું અને તમને નફાના ભાગીદાર કર્યા. ઘાસચારો ટ્રેનમાં આવતા હતા. છાપામાં પાના ભરીને છપાતું. 20-22 વર્ષના છોકરાને ખબર નથી કે, કેવી મુશ્કેલી માટે ગુજરાતને બહાર કાઢ્યું. મારે તો આનાથી અનેકગણું કરવું છે.
મોટા ફાયદા થયાઃ વીજળી પાણીથી કૃષિ ઉત્પાદ, દૂધ ઉત્પાદન અને ઉદ્યોગ ઉત્પાદનમાં વૃદ્ધિ થાય. મહેસાણા દવા, પ્સાસ્ટિક, સિમેન્ટ ઉદ્યોગો માટે ઊર્જા કેન્દ્ર બની રહ્યું છે. ઓટો મોબાઈલમાં જાપાન વાળા ગાડી અહીંયા બનાવે અને અહીંયા બનેલી ગાડી જાપાનમાં મંગાવે. અહીંયા તેઓ ગાડી બનાવે છે. આજે ત્રણ પ્લાન્ટ અને લાખો ગાડી અહીં ગુજરાતમાં બની રહી છે. સાયકલ બનાવવાના સાંસા હતા. આજે કાર બની રહ્યા છે.
કાર બને છે હવે વિમાન બનશેઃ મારા શબ્દો લખી રાખજો, જે ગુજરાતમાં સાયકલ બનતી ન હતી ત્યાં મેટ્રોના કોચ અને કાર બનવા લાગી. એક દિવસ વિમાન પણ ગુજરાતની ધરતી પણ બનશે. સુઝુકીના 100 કરતા વધારે સપ્લાયર્સ. દુનિયા બદલાઈ રહી છે. ઈ વ્હીકલનું મોટું કામ મા બેચરાજીના ચરણોમાં થવાનો છે. લિથિયમનો પ્લાન્ટ હાંસલપુરમાં થવાનો છે. કેટલાક લોકો ગમે તેમ બોલે અને આંદોલન કરે છે. જે જમીન પર 12 મહિનામાં બાજરો લેવામાં ફાફા પડતા હતા. એ સમયે લોકો મોદીના પૂતળા બાળતા હતા. હું મુખ્યમંત્રી હતો. મેં ફરિયાદ સાંભળી. ખેડૂતોએ જમીન આપવાની ના પાડી. પછી એ જ લોકોએ કહ્યું તમે હીં જ પ્રોજેક્ટ લાવો. આજે ઔદ્યોગિક ક્ષેત્રે આ પટ્ટો ઓળખાય છે. આ દિલ્હી મુંબઈ કોરિડોર પર કામ ચાલું છે. ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખાણ બની રહી છે. આ સેક્ટકરમાં અનેક રોજગારની તક ઊભી થશે., બે દાયકામાં ક્નેક્ટિવિટી વધારી છે. નરેન્દ્ર અને ભૂપેન્દ્ર ભેગા થયા એટલે વેગ વધ્યો છે.
રેલવે શરૂ કરાવીઃ અંગ્રેજોના જમાનામાં 90 95 વર્ષ પહેલા 1930માં અંગ્રજોએ ઠરાવ કર્યો હતો. જેમાં મહેસાણાથી આબુરોડ અંગે રેલવેની વાત લખેલી છે. તાજેતરમાં એ જ રેલવે લાઈનનું ખાતમૂહુર્ત થયું. બેચરાજી ચાણસ્મા રોડ ફોરલેન. પહેલા સિંગલપટ્ટીના સાંસા પડતા. આજે ફોરલેન રોડ છે. વિકાસ કરવો હશે તો શિક્ષણ આરોગ્ય વગર અધુરુ છે. એટલા માટે મહેસાણામાં આના પર વિશેષ ધ્યાન આપ્યું છે. યુવાનોને પ્રગતિ કરવાનો અવસર મળે છે. ગુજરાત સરકારને અભિનંદન છે. 11મું ભણીને ક્યાં જવું એ વલખા મારવા પડતા એ વડનગરમાં મેડિકલ કૉલેજ ચાલું થવાની છે.
પ્રવાસનને વેગઃ હજારો વર્ષ જૂની ચીજ હાથ લાગી છે. વડનગરમાં. 3000 વર્ષમાં કોઈ અંત થયો નથી. એ ખોદકામમાં બધુ નીકળ્યું છે. દુનિયા આ માટે જોવા આપવશે. સૂર્યમંદિરની સાથે સાથે ઉમિયા માતા, રાણકી વાવ, રૂદ્રમહાલય, આખા પટ્ટામાં એક વાર બસ લઈને નીકળે તો થાકી જાય એટલું જોવાનું છે અહીં. બે દાયકામાં શક્તિપીઠની દિવ્યતા અને ભવ્યતા માટે કામ કર્યું છે. ચોટિલા, પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજા ફરકી છે. અંબાજી કેવી ચમકી રહ્યું છે. અંબાજીમાં આજે મહાઆરતી છે. હજારો લોકો એક સાથે આરતી કરવાના છે. ગીરનાર, પાલિતાણા, બેચરાજી પર એવું કામ થઈ રહ્યું છે. જેના કારણે હિન્દુસ્તાનના પ્રવાસી આવે છે. હિન્દુસ્તાનના પ્રવાસી આવે એટલે બધાનો વિકાસ થાય છે. આજે ડબલ એન્જિનની સરકાર છે. સૂર્યના પ્રકાશની જેમ વિકાસનો પ્રકાશ પહોંચાડ્યો છે. આ માટે અમારી ટીમને તમારા આશીર્વાદ જોઈએ. ગુજરાતના વિકાસને અમે ચાર ચાંદ લગાવીશું
અમદાવાથી મહેસાણાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. વિવિધ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 29 અને 30 સપ્ટેમ્બર બાદ તેઓ ફરીવાર ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં તેઓ જુદા જુદા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. રવિવારે સાંજે વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યા બાદ મહેસાણા જવા માટે રવાના થયા હતા. પોણાચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, CM1 ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ અને મેયર કિરીટ પટેલે સ્વાગત કર્યું હતું. અમદાવાદ આવ્યા બાદ તેઓ મહેસાણા જવા માટે રવાના થયા હતા.