ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે છે. જેમાં મહાત્મા મંદિર ખાતે કુલ 4400 કરોડના વિકાસલક્ષી કામના લોકર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રધાનમંડળના નેતાઓ સાથે બેઠક કરી ગિફ્ટસિટીમાં ઉદ્યોગકારો સાથે બેઠક કરશે. સ્ટેડિગ કમિટીના ચેરમેં હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આવતીકાલે અમદાવાદ મહાનગરની અંદર વિકાસની વણઝાર નીકળશે.
1500 કરોડના પ્રોજેક્ટઃ દેશના વડાપ્રધાન હસ્તે અંદાજીત 1500 કરોડની વધુ રકમના વિકાસના કામો ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તેમના હાથે કરવામાં આવશે.જેમાં 3 બ્રિજ, અને 78 કરોડના લોકાર્પણ તેમજ ડ્રેનેજ પંપી સ્ટેશન ખાતમુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા મંદિરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉતરઝોનના બાપુનગર વોર્ડમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે અંદાજીત 78.88 કરોડના ખર્ચે 30 MLD નવો S.B.R. S.T. P બનાવવા આવ્યો છે. આ ઉપરાંત મુમદપુરા ખાતે પણ તૈયાર થયેલ બ્રિજનું પણ ઇ લોકાર્પણ કરવામાં આવશે.
ખાત મુહૂર્ત કરવામાં આવશેઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોટર પ્રોજેકટ,હાઉસિંગ પ્રોજેકટ અને બ્રિજ પ્રોજેક્ટના અંદાજીત 1466 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ગોતા વોર્ડમાં 28.63 કરોડના ખર્ચે વૉટર ડીસ્ટ્રિબ્યુશન સ્ટેશન,અમરાઈવાડી વોર્ડમાં 28.17 કરોડ ખર્ચે વૉટર ડીસ્ટ્રિબ્યુશન સ્ટેશન અને એક્સપ્રેસ હાઇવેથી સરદાર પટેલ રિંગરોડ પર 205.97 કરોડના ખર્ચે M.S પાઇપ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમજ ગુજરાત સરકાર ઝુંપડ પટ્ટી પૂનઃવસન પોલીસ યોજના હેઠળ 63.57 કરોડના ખર્ચે નવા મકાનોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
ત્રણ બ્રિજના ખાતમુહૂર્ત: અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે નવા 3 બ્રિજ તૈયાર કરવામાં આવશે.જેમાં નરોડા પાટિયાથી દેવી સિનેમા થી ગેલેક્ષી સિનેમા સુધી 267.67 કરોડના બ્રિજ, વાડજ જંકશન ઉપર 127.92 કરોડ ખર્ચે અને સતાધાર ચાર રસ્તા પર 103 કરોડના ખર્ચે 4 લેન બ્રિજનું ખાત મુહૂર્ત કરવામાં આવશે.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં T.P રોડ રી ગ્રેડ કરી રિસરફેશ કરવાના કામોના ખાતમુહૂર્ત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.